આઈસીએમઆર ડેટા લીક કેસ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ડેટા બેંકમાંથી ૮૧ કરોડથી વધુ ભારતીયોની પર્સનલ માહિતી ચોરવામાં આવી.
કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ તાજેતરમાં જ શોધી કાઢ્યું છે કે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ની ડેટા બેંકમાંથી ૮૧ કરોડથી વધુ ભારતીયોની અંગત માહિતી લીક કરવામાં આવી છે. લગભગ બે મહિના પહેલા આ માહિતી ડાર્ક વેબ પર વેચાણ માટે મૂકવામાં આવી હતી. જે બાદ હવે દિલ્હી પોલીસે ત્રણ રાજ્યોમાંથી ચાર લોકોની ધરપકડ કરી છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસને મળેલી માહિતી અનુસાર, દિલ્હી પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન, શંકાસ્પદોએ દાવો કર્યો હતો કે, તેઓએ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) અને કોમ્પ્યુટરાઈઝ્ડ નેશનલ આઈડેન્ટિટી કાર્ડ (CNIC) અને પાકિસ્તાનના આધાર કાઉન્ટરપાર્ટનો ડેટા પણ ચોરી લીધો હતો. કેન્દ્રીય એજન્સીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસે આ મહિનાની શરૂઆતમાં ડેટા લીક પર સ્વ-મોટુ સંજ્ઞાન લીધું હતું અને એફઆઈઆર દાખલ કરી હતી.
“ગયા અઠવાડિયે, ચાર લોકોની ધરપકડ કરવામાં આવી, જેમાં એક ઓડિશામાંથી બી.ટેક ડિગ્રી ધારક, હરિયાણામાંથી બે શાળા છોડી ગયેલા અને એકની ઝાંસીથી – ધરપકડ કરવામાં આવી હતી અને દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેના પગલે, કોર્ટે તેમને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા.”
અધિકારીએ જણાવ્યું હતું કે, ચારે આરોપીને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા શખ્સોએ પ્રાથમિક પૂછપરછ દરમિયાન તપાસકર્તાઓને જણાવ્યું હતું કે, તેઓ લગભગ ત્રણ વર્ષ પહેલાં એક ગેમિંગ પ્લેટફોર્મ પર મળ્યા હતા અને મિત્રો બન્યા હતા. ત્યારબાદ તેઓએ ઝડપી પૈસા કમાવવાનું નક્કી કર્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. ઓક્ટોબરમાં અધિકારીઓને ડાર્ક વેબ પર આધાર અને પાસપોર્ટ રેકોર્ડ સહિતનો ડેટા મળ્યો.
અધિકારીએ કહ્યું, “આ બાબતની જાણ ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In), રાષ્ટ્રીય નોડલ એજન્સીને કરવામાં આવી હતી, જે હેકિંગ અને ફિશિંગ જેવા સાયબર સુરક્ષા ખતરાનો સામનો કરવા માટે છે, જેણે અગાઉ ડેટાની અધિકૃતતા વિશે સંબંધિત વિભાગો સાથે ફોલોઅપ કર્યું હતું.” ત્યારબાદ વેરિફિકેશન કર્યું અને તેમને વાસ્તવિક ડેટા સાથે મેચ કરવા કહ્યું. તેમને જાણવા મળ્યું કે, નમૂના તરીકે લગભગ ૧ લાખ લોકોનો ડેટા હતો, જેમાંથી તેઓએ વેરિફિકેશન માટે ૫૦ લોકોનો ડેટા ઉપાડ્યો અને તે મેળ ખાતો જણાયો.