જેતલસરથી ભાવનગર જતી ટ્રેનને વેરાવળ અને પોરબંદર સુધી લંબાવાઈ, એમપી રમેશ ધડૂકે ટ્રેનનું કરાવ્યું પ્રસ્થાન

પોરબંદરના સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા જેતલસરથી ભાવનગર જતા રૂટના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી છે.

પોરબંદરના સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા જેતલસરથી ભાવનગર જતા રૂટના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી છે. જેતલસરથી ભાવનગર જતી ટ્રેનને હવે વેરાવળ અને પોરબંદર સુધી લંબાવામાં આવી છે.

પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકએ જેતલસરથી પોરબંદર- વેરાવળ જતી ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઇ હતી. જેતલસર-ભાવનગર રૂટના વિસ્તરણથી જેતલસરથી વેરાવળ અને જેતલસરથી પોરબંદર સુધી જતા અસંખ્ય મુસાફરોને ટ્રેનની સારી મુસાફરીનો લાભ મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *