આજનો ઇતિહાસ ૧૯ ડિસેમ્બર

૧૯ ડિસેમ્બરને ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૧૯૬૧ માં આજના દિવસે ભારતીય સેનાએ ગોવા પર આક્રમણ કરી તેને પોર્ટુગીઝ આધિપત્યમાંથી મુક્ત કરાવ્યું અને ભારતમાં સામેલ કરી લેવામાં આવ્યું હતું. ઉપરાંત વર્ષ ૧૯૩૪ માં આજના દિવસે ભારતના પ્રથમ અને એક માત્ર મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી સિંહ પાટીલનો જન્મ થયો હતો.

ગોવા મુક્તિ દિવસ

૧૯ ડિસેમ્બરને ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય સૈનિકોએ ૪૫૦ વર્ષ સુધી પોર્ટુગીઝની ગુલામીમાંથી ગોવાને વર્ષ ૧૯૬૭ માં ૧૯ ડિસેમ્બરે આઝાદ કરાવ્યુ હતુ. ગોવા ઉપરાંત ગુજરાતમાં આવેલા દીવ, દમણ પોર્ટુગીઝની ગુલાબીમાંથી આઝાદ થયા હતા. આ સાથે જ આજના દિવસે ભારત યુરોપિયન શાસનમાંથી સંપૂર્ણપણે મુક્ત થયું હતું.

ભારતીય નૌકાદળના જહાજ ગોમાંતક ખાતે યુદ્ધ સ્મારકનું નિર્માણ સાત યુવાન બહાદુર ખલાસીઓ અને અન્ય કર્મચારીઓની યાદમાં કરવામાં આવ્યું હતું જેમણે ૧૯ ડિસેમ્બર, ૧૯૬૧ ના રોજ ભારતીય નૌકાદળ દ્વારા ભારતમાં પોર્ટુગીઝ શાસનમાંથી ગોવા, દમણ અને દીવના પ્રદેશોને મુક્ત કરવા માટે હાથ ધરવામાં આવેલા “ઓપરેશન વિજય (૧૯૬૧)” માં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.

૧૯ ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ

  • 2012 – પાર્ક જ્યુન હી દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. જોકે, ભ્રષ્ટાચારના કારણે 2017માં તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2018માં તેમને 25 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
  • 2007 – ટાઇમ મેગેઝિને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પર્સન ઓફ ધી યરનો ખિતાબ આપ્યો.
  • 2006- નેપાળે શેલજા આચાર્યને ભારતમાં તેના નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા.
  • 2005- અફઘાનિસ્તાનમાં ત્રણ દાયકા બાદ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સંસદની પ્રથમ બેઠક યોજાઈ.
  • 2003 – અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો હેઠળ કાશ્મીર મુદ્દાને ઉકેલવાની પાકિસ્તાનની માંગણીને પડતી મૂકવાનું સ્વાગત કર્યું.
  • 2000 – ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સતત 13મી ટેસ્ટ મેચ જીતી.
  • 1999 – 443 વર્ષ સુધી પોર્ટુગીઝના શાસનમાં રહ્યા બાદ મકાઉનું ચીનને હસ્તાંતરણ.
  • 1998-અમર્ત્ય સેનને બાંગ્લાદેશ દ્વારા માનદ નાગરિકતા આપવામાં આવી, શીલ કુમાર (ભારત) ડેનવર (અમેરિકા)માં યોજાયેલી વર્લ્ડ ડિસેબલ સ્કીઇંગમાં શ્રેષ્ઠ ખેલાડી જાહેર થયા.
  • 1998 – યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ ​​દ્વારા તત્કાલિન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન સામે મહાભિયોગ કરવામાં આવ્યો. જોકે, ઉપલા ગૃહ સેનેટ દ્વારા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
  • 1997 – ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો પૈકીની એક – ટાઇટેનિક રિલીઝ થઈ. આ ફિલ્મમાં લીઓનાર્ડો ડી કેપ્રિયો અને કેટ વિન્સલેટ મુખ્ય ભૂમિકામાં હતા.
  • 1984 – ચીન તેમજ બ્રિટનની વચ્ચે 1997 સુધીમાં હોંગકોંગ ચીનને પરત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કરાયા.
  • 1974 – ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ખેલાડી અને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રિકી પોન્ટિંગનો જન્મ થયો હતો.
  • 1961 – ગોવા મુક્તિ દિવસ : ગોવાને પોર્ટુગીઝની ગુલામીમાંથી આઝાદી મળી. ભારતીય સૈનિકોએ ઓપરેશન વિજય હેઠળ ગોવા, દમણ અને દીવને પોર્ટુગલથી મુક્ત કરાવ્યા.
  • 1958 – સુકુમાર સેનઃ ભારતીય પ્રજાસત્તાકના મુખ્ય ચૂંટણી કમિશનર/મુખ્ય ચૂંટણી કમિશનર હતા.
  • 1941 – જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરે સેનાની સંપૂર્ણ કમાન સંભાળી અને જર્મન આર્મીના કમાન્ડર-ઇન-ચીફ બન્યા.
  • 1934 – ભારતના પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલનો જન્મ થયો.
  • 1927 – ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની રામ પ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાહ ખાન અને રોશન સિંહને અંગ્રેજોએ ફાંસી આપી હતી.
  • 1919 – અમેરિકામાં હવામાન વિજ્ઞાન સોસાયટીની સ્થાપના કરવામાં આવી.
  • 1842 – અમેરિકાએ હુવેઈને પ્રાંત તરીકે માન્યતા આપી.
  • 1154 – કિંગ હેનરી દ્રિતિય ઇંગ્લેન્ડના રાજા બન્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *