આઈપીએલ ૨૦૨૪ હરાજી કાઉન્ટડાઉન શરુ

૧૯ ડિસેમ્બરે યોજાનારી હરાજી ભારતીય સમય પ્રમાણે બપોરે ૦૧:૦૦ વાગ્યાથી શરુ થશે. આઈપીએલના ૧૬ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ મહિલા ખેલાડી હરાજી કરાવશે. હરાજીનું લાઇવ પ્રસારણ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. આ સિવાય જિયો સિનેમા ઉપર પણ જોઇ શકશો.

આઈપીએલ ૨૦૨૪ માટે ખેલાડીઓની હરાજી ૧૯ ડિસેમ્બરે દુબઈના કોલા કોલા એરેનામાં યોજાશે અને આ વખતે કુલ ૩૩૩ ક્રિકેટરોની હરાજી થશે. ૩૩૩ ખેલાડીઓમાંથી ૨૧૪ ભારતીય ખેલાડીઓ છે અને ૧૧૯ વિદેશી ખેલાડીઓ છે. વિદેશી ખેલાડીઓમાં ૨ ખેલાડીઓ એસોસિએટ દેશોના છે, જ્યારે કેપ્ડ ખેલાડીઓની સંખ્યા ૧૧૬ અને અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા ૨૧૫ છે. ૩૩૩ ખેલાડીઓમાંથી કુલ ૭૭ ખેલાડીઓની જ ખરીદી થશે, જેમાંથી ૩૦ વિદેશી ખેલાડીઓ છે. ૧૯ ડિસેમ્બરે યોજાનારી હરાજી ભારતીય સમય પ્રમાણે બપોરે ૦૧:૦૦ વાગ્યાથી શરુ થશે. આઈપીએલના ૧૬ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ મહિલા ખેલાડી હરાજી કરાવશે. વુમન્સ પ્રીમિયર લીગમાં હરાજી કરાવી ચુકેલી મલ્લિક સાગર આ જવાબદારી સંભાળશે. હરાજીનું લાઇવ પ્રસારણ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. આ સિવાય જિયો સિનેમા ઉપર પણ જોઇ શકશો.

૨ કરોડ બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડીઓ

આ હરાજીમાં ૨૩ ખેલાડીઓ એવા છે કે જેઓ મહત્તમ બેઝિક પ્રાઇસ એટલે કે બે કરોડ રૂપિયાના બેઝના બ્રાઇકેટમાં છે. આમાં ભારતના શાર્દુલ ઠાકુરનો પણ સમાવેશ થાય છે. આ સિવાય હેરી બ્રુક, ટ્રેવિસ હેડ, રિલે રૂસો, સ્ટીવ સ્મિથ, ગેરાલ્ડ કોએત્ઝી, પેટ કમિન્સ, હર્ષલ પટેલ, શાર્દુલ ઠાકુર, ક્રિસ વોક્સ, જોશ ઈંગ્લિસ, લોકી ફર્ગ્યુસન, જોશ હેઝલવુડ, રાસી વાન ડેર ડ્યુસેન, જેમ્સ વિન્સ, આદિલ રહેમાન, મુજીબ ઉર રહેમાન, ઉમેશ યાદવ, મિશેલ સ્ટાર્ક, મુસ્તાફિઝુર રહીમ, ડેવિડ વિલી, બેન ડકેટ, સીન એબોટ, જેમી ઓવરટોન.

આ ખેલાડીઓની બેઝ પ્રાઇઝ ૧.૫ કરોડ રૂપિયા

જ્યારે ૧૩ ખેલાડીઓ એવા છે જેમની બેઝ પ્રાઈઝ ૧.૫ કરોડ રૂપિયા છે.જેમાં વાનિંદુ હસરંગા, ફિલિપ સાલ્ટ, કોલિન મુનરો, શેરફેન રદરફોર્ડ, ટોમ કુરેન, જેસન હોલ્ડર, મોહમ્મદ નબી, જેમ્સ નીશમ, ડેનિયલ સેમ્સ, ક્રિસ જોર્ડન, ટાઇમલ મિલ્સ, ઝાય રિચર્ડસન, ટીમ સાઉથી.

કઈ ટીમો પાસે કેટલા સ્થાન ખાલી છે અને પર્સમાં કેટલા પૈસા છે

ટીમોની ખાલી જગ્યાઓની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ પાસે આ સિઝન માટે ૬ સ્થાન ખાલી છે, જેમાં ૩ વિદેશી ખેલાડી હશે, જ્યારે ટીમ પાસે પર્સમાં હજુ ૩૧.૪ કરોડ રૂપિયા બચ્યા છે. દિલ્હી કેપિટલ્સમાં ૯ સ્થાન ખાલી છે, જેમાંથી ૪ સ્થાન વિદેશી ખેલાડીઓ માટે છે જ્યારે આ ટીમ પાસે આ હરાજી માટે પર્સમાં ૨૮.૯૫ કરોડ રૂપિયા બચ્યા છે. ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો આ ટીમમાં ૩૮.૧૫ કરોડ રૂપિયા બચ્યા છે અને આ ટીમમાં ખેલાડીઓ માટે ૮ સ્લોટ ખાલી છે, જેમાં બે વિદેશી ખેલાડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *