ગુજરાતના ગાંધીનગરમાં કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ નોંધાયો છે. આ બંને દર્દીઓ ૪૮ વ્યક્તિઓ સાથે દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા. હવે આ વ્યક્તિઓનું કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ થઇ રહ્યું છે.
ભારત સહિત ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાંથી પણ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોવિડ ૧૯ વાયરસના બે કેસ નોંધાયો છે. કોરોના વાયરસથી સંક્રમિત આ બંને દર્દીઓ સગી બહેનો છે. કોવિડ ૧૯ ના આ કેસ નવા વેરિયન્ટના હોવાની આશંકા છે. હાલ બંને દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોના વાયરસની એન્ટ્રી
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોના વાયરસના બે નવા કેસ નોંધાતા લોકોમાં ફરી ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરના સેક્ટર-૬ માં રહેતી બે બંનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ નવા કેસ એવા સમયે સામે આવ્યા છે જ્યારે ભારતમાં કોવિડ-૧૯ વાયરસના નવા JN.1 વેરિયન્ટનો પહેલો કેસ નોંધાયો હોવાની પૃષ્ટિ થઇ છે. કોરોના સંક્રમિત આ બંને દર્દીની ઉંમર અનુક્રમે ૫૯ અને ૫૭ વર્ષ છે. તેમની ઘરે જ સારવાર ચાલી રહી છે. હાલ આ બંને દર્દીઓના સેમ્પલ જીનોમ સીક્વેંસિંગ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.
કોરોના સંક્રમિત દર્દીઓ ૫૦ લોકો સાથે પ્રવાસે ગયા હતા
આ દરમિયાન ચોંકાવનાર માહિતી સામે આવી છે. ગાંધીનગરમાં જે બે મહિલાઓ કોરોના સંક્રમિત હોવાનું માલૂમ પડ્યુ છે, તેઓ ૫૦ વ્યક્તિો સાથ દક્ષિણ ભારતના પ્રવાસ ગયા હતા. આથી તેમની સાથે પ્રવાસે જનાર અન્ય વ્યક્તિઓને પણ કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યુ હોવાની ચિંતા સતાવી રહી છે. આ તમામ પ્રવાસીઓ અલગ-અલગ વિસ્તારના હતા. હવે બાકીના ૪૮ વ્યક્તિઓના કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ થઇ રહ્યું છે.