યમનના હુમલાખોરોએ વિશ્વભરનું સંકટ વધાર્યું

સુએઝ નહેર પર જહાજો પર હુમલા બાદ શિપિંગ કંપનીઓ માર્ગ બદલવા મજબુર, ભારતની પણ મુશ્કેલી વધી, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે હાઉતી યમનના હાઉતી હુમલાખોરોનો કોમર્શિયલ જહાજો પર હુમલાથી નિકાસ પર અસર.

વિશ્વભરના વેપાર માટે સુએઝ નહેર ખુબ મહત્વ ધરાવે છે. આ નહેર પરથી કોમર્શિયલ જહાજો ની હંમેશા અવર-જવર રહેતી હોય છે. જોકે આ કેનાલ ફરી સંકટની ઝટેપમાં આવી ગયું છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે યમન ના હૂતી ગ્રૂપ નહેર પરથી પસાર થતા જહાજો પર હુમલો કરી રહી છે, જેના કારણે વૈશ્વિક વેપાર માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયું છે. હાલ ભારત પણ આ અસરનો સામનો કરી રહ્યું છે. યમનનો હૂતી ગ્રૂપ સ્વેઝ નહેર પરથી પસાર થતા જહાજોને નિશાન બનાવી રહ્યું છે. આ ગ્રૂપના હુમલાખોરો કેટલાક જહાજો પર મિસાઈલ હુમલાઓ કરતા રહે છે, જેના કારણે વૈશ્વિક વેપાર માટે કહેવાતો મુખ્ય માર્ગ પ્રભાવિત થયો છે અને શિપિંગ કંપનીઓ આ માર્ગ પરથી જવાનું ટાળી રહ્યા છે.

સ્વેઝ નહેરની વાત કરીએ તો તેની ભૌગોલિક સ્થિતિ ખુબ વ્યૂહાત્મક છે. એશિયા અને યુરોપ વચ્ચે આવેલી ૧૯૨ કિલોમીટરની સુએઝ નહેર પરથી એક સ્થાનેથી બીજા સ્થાને જવા ખુબ ઓછા સમયે પહોચી શકાય છે. વોર્ટિક્સાના ડેટા મુજબ ૨૦૨૩ ના પ્રથમ છ મહિનામાં સ્વેઝ નહેર પરથી લગભગ ૯૨ લાખ બેરલ ક્રુડ ઓઈલનો કુલ જથ્થાનો વેપાર થયો હતો, જે કુલ વૈશ્વિક માંગનો ૯ % બરાબર છે. આ નહેર પરથી વિશ્વની જરૂરીયાતનો લગભગ ૪ % એલએનજીનો વેપાર થાય છે. ભારત દર વર્ષે સ્વેઝ કેનાલ પરથી ૨૦૦ બિલિયન ડૉલરની નિકાસ કરે છે. ભારત આ નહેર પરથી ઓટોમોટિવ પાર્ટ, એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ, કેમિકલ, ટેક્સટાઈલ, રેડિમેડ ગારમેન્ટ, ફાર્માસ્યૂટિકલ પ્રોડક્ટ વગેરેની નિકાસ કરે છે. યમનનો હૂતી ગ્રૂપના હુમલાખોરોએ સ્વેઝ નહેર પરથી પસાર થતા જહાજો પર હુમલા શરૂ કર્યા બાદ ભારતની નિકાસ પર પ્રભાવિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *