પશ્ચિમી હવાના દબાણ અને મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતને કારણે ઠંડી વધશે

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૨૨ થી ૨૪ તારીખ દરમિયાન ભારે બરફ વર્ષાની શક્યતા

પશ્ચિમી હવાના દબાણ અને મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતને કારણે ઠંડી પર અસર જોવા મળી રહી છે.  હવામાન વિભાગના જણાવ્યા મુજબ  આગળ વધી રહેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ૨૨ મી ડીસેમ્બરે  પશ્ચિમી હિમાલયને અસર કરી શકે છે. જેના પગલે ઉત્તર ભારતમાં  હળવા વરસાદની સાથે હિમ વર્ષાનો તબક્કો શરુ થઇ શકે છે.

જે બાદ મેદાની વિસ્તારોમાં પણ ઠંડીનું  પ્રમાણ ફરી વધી શકે છે.  ખાસ કરી  કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં  ૨૨ થી ૨૪  તારીખ દરમિયાન ભારે બરફ વર્ષા થશે અને તે બાદ ૨૪ થી  ૩૧ ડીસેમ્બર સુધી  દેશના ઉત્તર પૂર્વીય  રાજ્યો, રાજસ્થાન, ગુજરાત , પંજાબમાં  ભારે ઠંડી જોવા મળશે.

તો  રાજસ્થાનના  ફતેહપુરમાં  ૧.૩ ડીગ્રી અને દિલ્હીમાં  ૬.૨ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. જ્યારે કાશ્મીરનું લઘુતમ  તાપમાન માઇનસ  ૪.૪ ડીગ્રી અને પહેલગામમાં માઇનસ ૬.૩ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *