X પ્લેટફોર્મ વિશ્વભરમાં કેમ અટકી ગયું! કંપનીનું આપ્યું સ્ટેટમેન્ટ

ટ્વિટર યુઝર્સને પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

એલોન મસ્કની માલિકીની સોશિયલ મીડિયા વેબસાઈટ X ( ટ્વિટર ) ગુરુવારે ( ૨૦ ડિસેમ્બર ૨૦૨૩ ) બંધ થઈ ગઈ હતી. ટ્વિટર યુઝર્સ પ્લેટફોર્મ પર કોઈ ટ્વીટ નથી જોઈ રહ્યા. સવારે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ, ટ્વિટર યુઝર્સે પ્લેટફોર્મમાં સમસ્યાઓ વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું. હવે X તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સમસ્યા ટેકનિકલ ખામીને કારણે છે.

X દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્લેટફોર્મ પર ટેકનિકલ ખામીને કારણે સમસ્યા આવી રહી છે. ટીમ આ મામલે કામ કરી રહી છે.

વેબસાઇટ આઉટેજને ટ્રૅક કરતી વેબસાઇટ ડાઉનડિટેક્ટર મુજબ, આજે ( ૨૦ ડિસેમ્બર ૨૦૨૩ ) સવારે ૧૧:૦૦ વાગ્યે, ૭૦૦૦૦ થી વધુ વપરાશકર્તાઓએ Twitter (X) કામ ન કરવા અંગે ફરિયાદ કરી છે. સૌથી વધુ સમસ્યાઓ X ની એપમાં જોવા મળી હતી ( ૬૫ % ). અને ૨૯ % યુઝર્સે વેબસાઈટ અટકી જવાની ફરિયાદ કરી હતી.

માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં યુઝર્સને એલોન મસ્ક ના Xનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધી આ આઉટેજ અંગે X તરફથી કોઈ માહિતી બહાર આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *