યુ.એસ. અને ઈજિપ્ત વચ્ચેની વાટાઘાટોમાં ગાઝાને સહાય આપવાનો યુ. એન. નો મત ગુરુવાર સુધી વિલંબિત

યુ.એસ. અને ઈજિપ્ત વચ્ચે છેલ્લી ઘડીએ થયેલી વાટાઘાટોમાં ગાઝાને સહાય વધારવાનો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો મત બીજા દિવસ માટે વિલંબિત થયો છે. આ યુએન પ્રસ્તાવમાં વોશિંગ્ટન પોતાનો વીટો પાવર ટાળવા માંગે છે, તેમ રાજદ્વારીઓએ બુધવારે જણાવ્યું હતું. નોંધનીય છે કે, ઇજિપ્ત આ કાઉન્સિલનું સભ્ય નથી પરંતુ તે ગાઝાની સરહદે છે. ઇઝરાયેલ અને હમાસના યુદ્ધ દરમિયાન ૨.૩ મિલિયન પેલેસ્ટિનિયન લોકોની સહાય માટેનું આ એકમાત્ર પ્રવેશ દ્વાર હતું.

આ ઉપરાંત, હમાસના રાજકીય બ્યુરોના વડા ગાઝા યુદ્ધ પર વાટાઘાટો કરવા માટે કૈરો પહોંચ્યા છે. જેના કારણે સંભાવના વ્યકત થઈ છે કે પેલેસ્ટિનિયન અને ઇઝરાયેલ યુદ્ધવિરામ માટેની અન્ય શરતો પર સંમત થઈ શકે છે. બુધવારે ઇજિપ્તની રાજધાનીમાં કૈરોના જાસૂસ વડા ઇસ્માઇલ હનીયેહ અને અન્ય ઇજિપ્તના અધિકારીઓ મુખ્ય મધ્યસ્થી તરીકે મુલાકાત કરવા પહોંચ્યા. દરમિયાન, ઇઝરાયેલના અધિકારીઓએ યુએસ અને કતારી પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં સંકેત આપ્યો છે કે તેલ અવીવ યુદ્ધવિરામ માટે તૈયાર થઈ શકે છે.

હમાસના એક સૂત્રએ એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, હનીયેહે ગાઝામાં “આક્રમકતા રોકવા” પર ચર્ચા કરી હતી. વિશ્વ ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન જૂથ બંને પર ગાઝામાં બોમ્બમારો અટકાવવા દબાણ કરી રહ્યું છે, જેમાં ૧૦ અઠવાડિયાના વિનાશક ઇઝરાયેલી હુમલા પછી ૭,૭૨૯ બાળકો સહિત લગભગ ૨૦,૦૦૦ લોકો માર્યા ગયા છે અને ૧.૯ મિલિયન વિસ્થાપિત થયા છે. ૨૪ નવેમ્બરથી ૧ ડિસેમ્બર સુધી ચાલેલા યુદ્ધવિરામ દરમિયાન, આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અત્યંત જરૂરી સહાય મોકલવામાં સક્ષમ રહી હતી. ઇઝરાયેલે ૨૪૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા. હમાસે ૭ ઓક્ટોબરના રોજ ઈઝરાયેલના પ્રદેશ પર હુમલામાં કુલ ૨૪૦ ઈઝરાયેલીઓને બંદી બનાવી લીધા હતા જેમાં ૧,૨૦૦ લોકોના મૃત્યુ થયા હતા, જેમાં મોટાભાગે ઈઝરાયેલી નાગરિકો હતા. ત્યારથી ઇઝરાયલે ગાઝા પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે, પરંતુ બંને પક્ષોએ તાજેતરમાં ઇજિપ્ત અને કતાર દ્વારા મધ્યસ્થી તરીકે વાટાઘાટો ફરી શરૂ કરી છે, જેનો હેતુ યુદ્ધવિરામ સ્થાપિત કરવાનો છે અને ઇઝરાયેલ દ્વારા કેદ કરાયેલા પેલેસ્ટિનિયનોને મુક્ત કરવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *