અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ, મગફળી, તલ, સોયાબીન સહિતના પાકોની આવક થઈ હતી. અમરેલી માર્કેટ યાર્ડ ખાતે ૨૧ ડિસેમ્બરના રોજ ૧,૨૧૧ ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. જો કે, છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા વગેરે પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. અમરેલી યાર્ડમાં મોટી મગફળીના ૧,૩૩૭ રૂપિયા ભાવ બોલાયા હતા. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસના ભાવ આજે ૯૫૬ થી લઈને ૧,૪૪૮ રૂપિયા બોલાયા હતા. અમરેલી  માર્કેટિંગ યાર્ડમાં ૧,૨૧૧ ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી.

અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ ૪૮૮ રૂપિયાથી લઈને ૬૨૫ રૂપિયા બોલાયો હતો. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ ૪૮૦ રૂપિયાથી લઈને ૬૧૨ નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં ૬૮૨ ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી.

યાર્ડમાં આજે સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ ૨,૩૪૦ રૂપિયાથી લઈને ૩,૩૦૬ રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ ૨,૫૯૦ રૂપિયાથી લઈને ૩,૩૫૨ રૂપિયા ભાવ બોલાયો હતો. યાર્ડમાં ૩૨૩ ક્વિન્ટલ તલની આવક થઇ હતી. સોયાબીનનો ભાવ ૭૦૦ થી ૯૩૩ રૂપિયા બોલાયો હતો. ૧૨૦ ક્વિન્ટલ સોયાબીનની આવક થઇ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવ્યા હતા. તેમજ ખેડૂતોને આજે સારા ભાવ મળ્યા હતા. જો કે, છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *