વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો.
દ્વારકા: રાજ્યમાં હાલ વાતાવરણમાં પલટા જેવી સ્થિત સર્જાઇ રહી છે. દ્વારકા જિલ્લામાં વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા છે. ભર શિયાળામાં જગતના તાતને કમોસમી વરસાદનો ડર સતાવી રહ્યો છે. જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે.
કમોસમી વરસાદને કારણે રવિ પાકમાં ઘઉં, ચણા, જીરુ, શાકભાજી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ થઇ રહી છે.