ભારતીય ટીમ નવેમ્બર ૧૯૯૨ થી દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ મેચ રમી રહી છે, પરંતુ તે એક પણ વખત શ્રેણી જીતી શકી નથી. ભારતે દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધીમાં ૯ ટેસ્ટ શ્રેણી રમી છે, જેમાંથી યજમાન ટીમે ૮ માં જીત મેળવી છે, જ્યારે એક શ્રેણી (ડિસેમ્બર ૨૦૧૦) ડ્રો રહી છે.
ટી-૨૦ સિરીઝ ડ્રો કર્યા બાદ અને વન-ડે સિરીઝ જીત્યા બાદ ભારતની નજર હવે દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતવા પર છે. ભારતીય ટીમ નવેમ્બર ૧૦૦૨ થી દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ મેચ રમી રહી છે, પરંતુ તે એક પણ વખત શ્રેણી જીતી શકી નથી. ભારતે દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધીમાં ૯ ટેસ્ટ શ્રેણી રમી છે, જેમાંથી યજમાન ટીમે ૮ માં જીત મેળવી છે, જ્યારે એક શ્રેણી (ડિસેમ્બર ૨૦૧૦) ડ્રો રહી છે.
વિદેશમાં ભારતીય ટીમની આ ૮૯ મી ટેસ્ટ શ્રેણી હશે. અગાઉની ૮૮ ટેસ્ટ શ્રેણીમાં તેણે ૨૩ જીતી છે, જ્યારે ૧૬ ડ્રો રહી છે. ભારત વિદેશમાં અત્યાર સુધીમાં ૨૮૬ ટેસ્ટ મેચ રમ્યું છે, જેમાંથી તેણે ૫૯માં જીત મેળવી છે, ૧૨૦ માં હાર મેળવી છે અને ૧૦૭ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૨ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ ૨૬ થી ૩૦ ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક ખાતે રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર બપોરે ૦૧:૩૦ વાગ્યે શરૂ થશે. ટોસનો સમય બપોરે ૦૧:૦૦ વાગ્યાનો છે.
રોહિત શર્મા ટેસ્ટ શ્રેણીમાં ભારતનું નેતૃત્વ કરશે. કેએલ રાહુલ અને શ્રીકર ભરતને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શ્રીકર ભરતે ટેસ્ટ મેચોમાં ભારત માટે ઘણી વખત વિકેટ કીપિંગ કરી છે. જ્યારે કેએલ રાહુલ (જો તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બને છે, જેની પ્રબળ સંભાવના છે) ટેસ્ટ ફોર્મેટમાં પ્રથમ વખત વિકેટકીપર બેટ્સમેન તરીકે રમશે.
ભારત વિ દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝ શેડ્યૂલ
- પ્રથમ ટેસ્ટ મેચ: ૨૬ થી ૩૦ ડિસેમ્બર, ૨૦૨૩: ૦૧:૩૦ PM IST સુપરસ્પોર્ટ પાર્ક, સેન્ચુરિયન ખાતે.
- બીજી ટેસ્ટ મેચ: ૦૩ થી ૦૭ જાન્યુઆરી, ૨૦૨૪: ૦૨:૦૦ PM IST, ન્યૂલેન્ડ્સ, કેપ ટાઉન ખાતે.
ભારત વિ દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણી લાઇવ સ્ટ્રીમિંગ વિગતો
ભારત અને દક્ષિણ આફ્રિકા ટેસ્ટ મેચ સિરીઝનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. મેચો ડિઝની+હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમ થશે.
ભારત વિ દક્ષિણ આફ્રિકા પ્રથમ ટેસ્ટ મેચ, સુપરસ્પોર્ટ પાર્ક પિચ રિપોર્ટ
સુપરસ્પોર્ટ પાર્કમાં ફાસ્ટ બોલરોનો હંમેશા દબદબો રહ્યો છે. સેન્ચુરિયનનો સુપરસ્પોર્ટ પાર્ક રેડ-બોલ ક્રિકેટમાં ઝડપી બોલરો માટે ઘણી મદદગાર રહે છે. પિચ ક્યુરેટરના મતે બંને ટીમો પહેલા દિવસથી ઝડપી બોલિંગ માટે યોગ્ય પિચની અપેક્ષા રાખી શકે છે. ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ પુષ્ટિ કરી હતી કે પિચ બોલરો માટે વધારાની ઉછાળો અને સીમ પ્રદાન કરે છે. જોકે, એકવાર બોલ જૂનો થઈ જાય પછી બેટ્સમેન મોટો સ્કોર કરી શકે છેે.
સેન્ચુરિયન વેધર રિપોર્ટ
સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં વરસાદને કારણે વિક્ષેપ પડી શકે છે. ટેસ્ટ મેચના પહેલા બે દિવસે વરસાદની સંભાવના છે. હવામાનની આગાહી અનુસાર, સેન્ચુરિયનમાં ૨૬ ડિસેમ્બરે વરસાદની ૭૫ % થી વધુ સંભાવના છે. ટેસ્ટ મેચના બીજા અને ત્રીજા દિવસે પણ વરસાદની અસર થવાની સંભાવના છે. આ જ કારણ છે કે ત્રીજા દિવસથી પિચ પર ભેજને કારણે ઝડપી બોલરોને વધુ મદદ મળી શકે છે.
સુપરસ્પોર્ટ પાર્ક સેન્ચુરિયનમાં ટેસ્ટ મેચના આંકડા
- કુલ ટેસ્ટ મેચ: ૨૮
- પ્રથમ બેટિંગ કરતી વખતે જીતેલી મેચો: ૧૩
- પ્રથમ બોલિંગ કરીને જીતેલી મેચો: ૧૧
- પ્રથમ દાવનો સરેરાશ સ્કોર: ૩૨૯ રન
- બીજી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર: ૩૧૬ રન
- ત્રીજા દાવનો સરેરાશ સ્કોર: ૨૩૦ રન
- ચોથી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર: ૧૬૨ રન
- સૌથી વધુ રેકોર્ડ: દક્ષિણ આફ્રિકાએ ડિસેમ્બર ૨૦૨૦ માં શ્રીલંકા સામે ૧૦ વિકેટે ૬૨૧ રન બનાવ્યા હતા.
- રેકોર્ડ સૌથી ઓછો સ્કોર: ઈંગ્લેન્ડ ફેબ્રુઆરી ૨૦૦૩ માં દક્ષિણ આફ્રિકા સામે માત્ર ૧૦૧ રન બનાવી શક્યું હતું.
ટેસ્ટ શ્રેણી માટે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અભિમન્યુ ઇશ્વરન, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ , શ્રીકર ભરત, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા.
સાઉથ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્જી, ડીન એલ્ગર, એડન માર્કરામ, કીગન પીટરસન, માર્કો જેન્સેન, વિઆન મુલ્ડર, ડેવિડ બેડિંગહામ, ટ્રીસ્ટન સ્ટબ્સ, કાયલ વેરેન, નાન્દ્રે બર્રગ, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, લુંગી એન્ગીડી કાગીસો રબાડા.