નવા વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો પહાડો તરફ ઉજવણી કરવા જઇ રહ્યા છે. પોલીસ અપીલ કરી છે કે હજુ પણ વધુ ભારે જામની સ્થિતિ સર્જાઈ શકે છે તેથી હિમાચલ પહોંચેલા લોકોએ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
નવા વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો પહાડો તરફ ઉજવણી કરવા જઇ રહ્યા છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી પહોંચ્યા છે. એટલે સુધી કે ચંડીગઢ-હિમાચલ હાઈવે પર જામની સ્થિતિ સર્જાઈ છે. હિમાચલના અન્ય ઘણા વિસ્તારોમાં અને ખાસ કરીને શિમલામાં જામની સ્થિતિ છે. જામની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કુલ્લુ પોલીસે અનેક નિર્ણયો લીધા છે, જેથી અહીં પહોંચતા લોકોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
હિમાચલ પોલીસની કડક દેખરેખ
હિમાચલ પોલીસ નાગરિકો માટે સતત સોશિયલ મીડિયા દ્વારા એડવાઈઝરી જારી કરી રહી છે. હિમાચલ પ્રદેશ પોલીસના એક્સ એકાઉન્ટ પર સંદેશ લખવામાં આવ્યો છે કે આજે પ્રવાસીઓની ભારે સંખ્યાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા, પ્રવાસીઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા વગેરેને અસરકારક રીતે હાથ ધરવા માટે ડ્રોન સર્વેલન્સ કરવામાં આવ્યું છે. ડ્રોન સર્વેલન્સ દ્વારા જિલ્લા પોલીસ દ્વારા સિસ્સુ ટુરિસ્ટ પ્લેસ અને ભારે પ્રવાસીઓ ધરાવતા સ્થળોના એટીઆર નોર્થ પોર્ટલ પરથી સર્વેલન્સ કરવામાં આવ્યું છે.
અટલ ટનલ રોહતાંગથી રેકોર્ડ ૨૮,૨૧૦ વાહનોની અવરજવર
હિમાચલ પ્રદેશ પોલીસે માહિતી આપી છે કે લાહૌલ સ્પીતી જિલ્લામાં સવારે ૦૮:૦૦ વાગ્યાથી સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધીમાં ૯,૬૦૨ વાહનો નોંધાયા છે. તે જ સમયે છેલ્લા એક દિવસમાં અટલ ટનલ રોહતાંગથી રેકોર્ડ ૨૮,૨૧૦ વાહનોની અવરજવર થઇ છે. વાહનોની આ સંખ્યા અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. જેમાંથી ૧૪,૮૬૫ વાહનો અંદર આવ્યા છે અને ૧૩,૩૪૫ વાહનો બહાર આવી ગયા છે. આજે અટલ ટનલ રોહતાંગના વિસ્તારમાં વાતાવરણ સાફ રહેશે.
હિમાચલ પ્રદેશ પોલીસે વધુ માહિતી માટે હેલ્પ લાઇન નંબર પણ જારી કર્યા છે. કોઈ પણ કટોકટીની સ્થિતિમાં હિમાચલ પોલીસ પાસેથી મદદ લઈ શકાય છે. પોલીસ સ્ટેશન મનાલીનો નંબર ૦૧૯૦૨-૨૫૨૩૨૬ છે અથવા ૮૨૧૯૬૮૧૬૦૮ પર પોલીસ કંટ્રોલ રૂમના મોબાઇલ નંબર પર સંપર્ક કરી શકાશે.