હુમલાખોરોને પાતાળમાંથી શોધી લાવીશું

એમવી કેમ પ્લૂટો પર ડ્રોન એટેક કરનારાઓને રાજનાથ સિંહની ખુલ્લી ચેતવણી.

શનિવારે ભારત આવી રહેલા માલવાહક જવાજ પર કરવામાં આવેલા ડ્રોન હુમલા પર ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભારત સરકાર આ હુમલાને ગંભીરતાથી લઈ રહી છે, જેમણે પણ આ હુમલાને અંજામ આપ્યો છે તેમને અમે દરિયાના પેટાળમાંથી શોધી લાવીશું. 

મંગળવારે INS Imphalના કમીશનિંગ દરમિયાન રક્ષા મંત્રીએ કહ્યું કે, આજકાલ દરિયામાં હલચલ કંઈક વધારે થઈ રહી છે. ભારતની વધતી આર્થિક અને વ્યૂહાત્મક તાકાતોએ કેટલીક તાકાતોને ઈર્ષ્યા અને દ્વેષથી ભરી દીધી છે. અરબ સાગરમાં હાલમાં થયેલા MV કેમ પ્લૂટો પર ડ્રોન હુમલા અને કેટલાક દિવસો પહેલા લાલ સાગરમાં MV સાઈ બાબા પર થયેલા હુમલાને ભારત ખુબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. 

રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, ભારતીય નૌસેનાની દરિયાઈ દેખરેખ વધારી દેવાઈ છે. જેમણે પણ આ હુમલાને અંજામ આપ્યો છે. તેમને અમે દરિયાના પેટાળમાંથી શોધી લાવીશું અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.

દરિયાઈ રસ્તાને સુરક્ષિત બનાવી રાખીશુંઃ રાજનાથ સિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે, ભારત આખા ઈન્ડિયન ઓશિયન રીઝન (IOR)માં Net Security Providerની ભૂમિકામાં છે. અમે નક્કી કરીશું કે, આ વિસ્તારમાં થનારો દરિયાઈ વેપાર સમુદ્રથી લઈને આકાશની ઉંચાઈઓ સુધી પહોંચશે. તેના માટે અમે મિત્ર દેશોની સાથે મળીને Sea Lanesને મેરિટાઈમ કોમર્સ માટે Safe અને Secure બનાવી રાખીશું.

શનિવારે અરબ સાગરમાં MV કેમ પ્લૂટો પર ડ્રોનથી હુલો કરવાના સમાચાર આવ્યા હતા. આ જહાજ સાઉદી અરબના એક પોર્ટથી ભારતના મંગલૌર આવી રહ્યું હતું. આ હુમલો ગુજરાતના વેરાવળથી ૨૦૦ કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં કરાયો હતો.

રિપોર્ટ અનુસાર, આ વ્યાપારિક જહાજ પર માસ્ટર સહિત ૨૧ ભારતીય અને એક નેપાળી નાગરિક સવાર હતા. ડ્રોન હુમલા બાદ જહાજમાં આગ લાગી ગઈ હતી, પરંતુ સમય સર તેને બુજાવી દેવાઈ હતી.

અમેરિકાએ ઈરાનને જવાબદાર ગણાવ્યું

અમેરિકન રક્ષા વિભાગે ડ્રોન હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું હતું. CHEM પ્લૂટો નામના આ જહાજ પર લાઈબેરિયાઈ ઝંડો લાગેલો હતો, જેની માલિકી જાપાનની કંપની પાસે છે અને નેધરલેન્ડથી સંચાલિત થાય છે.

આ હુમલાને લઈને કેટલાક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે અને તમામ આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. પહેલા શંકા ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહિઓ પર છે. કારણ કે MV કેમ પ્લૂટો જહાજ પર આ હુમલો એવા સમયે થ્યો છે જ્યારે હાલમાં ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહિઓએ લાલ સાગર થઈને જનારા જહાજોને નિશાન બનાવવાની ચેતવણી આપી હતી.

હૂતી વિદ્રોહિઓએ લાલ સાગરમાં કેટલાક વ્યાપારિક જહાજોને પોતાના નિશાન પણ બનાવ્યા હતા. જેના કારણે વ્યાપારિક જહાજોનો રૂટ બદલવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. હજુ ગત નવેમ્બરમાં જ હૂતી વિદ્રોહિયોએ લાલ સાગરમાં એક માલવાહક જહાજને પણ હાઈજેક કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *