સેન્સેક્સ ૭૦૧ ના વધારા સાથે ૭૨,૦૩૮ પર થયું બંધ, નિફ્ટી ૨૧૩ ના વધારા સાથે ૨૧,૬૫૪ પર બંધ.
ભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી છે, જેને લઈને બજારના તમામ મુખ્ય ઈન્ડેક્સ ઐતિહાસિક હાઈ પર જઈને બંધ થયા છે. સેન્સેક્સ ૭૨,૦૦૦ના આંકડાને પાર જવામાં સફળ થયું છે તો નિફ્ટી ૨૧,૬૭૫ પોઈન્ટની નવી ઉંચાઈ પર પહોંચ્યું. બેંક નિફ્ટી પણ નવા ઉંચાઈને પહોંચવામાં સફળ થઈ છે. આજનો વેપાર પૂર્ણ થયા પર BSE સેન્સેક્સ ૭૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૭૨,૦૩૮ અને NSEનું નિફ્ટી ૨૦૬ પોઇન્ટના ઉછાળા સાથે ૨૧,૬૪૭ પોઈન્ટ પર બંધ થયું છે.
આજનો વેપારમાં બેન્કિંગ સ્ટોક્સમાં ખરીદીને લઈને ૬૦૦ પોઈન્ટથી વધુ ઝડપ જોવા મળી અને બેન્ક નિફ્ટી ૪૮,૩૭૪ ના નવા હાઈ પર જઈ પહોંચ્યો. બેન્ક નિફ્ટી ૧.૧૭ % અથવા ૫૫૭ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮,૨૮૨ પોઈન્ટ પર બંધ થયો છે. આ સિવાય ઓટો, આઈટી, મેટલ્સઈન્ફ્રા, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, હેલ્થકેર સેક્ટરના સ્ટોક્સમાં ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી સેક્ટરના શેરોમાં ઘટાડો રહ્યો. આજના વેપારમાં પણ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સના ૩૦ શેરમાં ૨૭ શેર તેજી સાથે અને ૩ ઘટાડા સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના ૫૦ શેરમાંથી ૪૦ શેર તેજી સાથે અને ૧૦ ઘટાડા સાથે બંધ થયા.