કતારની જેલમાં બંધ ૮ ભારતીય અધિકારીઓને રાહત

ભારતીય નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓ ગત વર્ષ ઓગસ્ટથી કતારની જેલમાં બંધ, તમામ અધિકારીઓ પર જાસુસી કરવાનો આરોપ લગાવાયો હોવાની ચર્ચા.

કતારમાં ધરપકડ કરાયેલા ૮ પૂર્વ નૌકાદળના અધિકારીઓની મોતની સજા પર પ્રતિબંધ ફરમાવાયો છે. ગત વર્ષે કતારમાં ધરપકડ કરાયેલા ૮ પૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓને કતારની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી. કોર્ટના આ નિર્ણય પર ભારત સરકારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

ભારતીય નૌકાદળના આ ૮ પૂર્વ અધિકારીઓ ગત વર્ષ ઓગસ્ટથી કતારની જેલમાં બંધ છે. કતારે નૌકાદળના અધિકારીઓ વિરુદ્ધ દાખલ કરાયેલા કેસ અંગે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. જોકે કેસના જાણકારોનું કહેવું છે કે, આ તમામ અધિકારીઓ પર જાસુસી કરવાનો આરોપ લગાવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *