આરોગ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના જેએન.૧ વેરિયન્ટના તમામ કેસોનું જીનોમ સિક્વન્સ કરાઇ રહ્યું છે એટલું જ નહીં નવા વેરિયન્ટના ૩૬ માંથી ૨૨ દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.૧ ના સંખ્યાબંધ કેસ સામે આવતાં લોકોમાં ચિંતા ફેલાઇ છે. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવા વેરિયન્ટને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. આરોગ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના જેએન.૧ વેરિયન્ટના તમામ કેસોનું જીનોમ સિક્વન્સ કરાઇ રહ્યું છે.
મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું કે ૪,૦૦૦ કેસ આવે ત્યાં સુધી જીનોમ સિક્વન્સની તપાસ કરવામાં આવે છે. એટલું જ નહીં નવા વેરિયન્ટના ૩૬ માંથી ૨૨ દર્દીઓ સાજા થયા છે. વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું કે ૧૪ કેસ હાલ આઇસોલેશનમાં છે. દેશમાં જેએન.૧ના કેસો સૌથી વધુ ગુજરાતમાં સામે આવ્યા છે તેવામાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં પોઝેટિવ રેટલ ખૂબ જ નીચો છે.
અમદાવાદ શહેરમાં કોરોનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં નવા વેરિએન્ટની એન્ટ્રી બાદ દરિયાપુરમાં કોરોનાથી પ્રથમ મોત થયું હતુ. જેમાં ૮૨ વર્ષીય વૃદ્ધાનું મોત થતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ટીબીની દર્દી વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.