અમરેલી જિલ્લામાં ૧૦૮ સેવા કાર્યરત છે. ગત વર્ષ ૧૦૮ ને ૩૬,૩૭૩ કેસ મળ્યાં હતાં. જેમાંથી ૧૭,૭૬૦ પ્રસૂતિને લગતા હતાં. ૫૦ % ની આસપાસ કેસ પ્રસૂતિના હતાં. તેમજ અમરેલી જિલ્લામાં એક વર્ષ ૧,૮૯૭ હાર્ટ એટેકના કેસ ૧૦૮ ને મળ્યાં હતાં.
અમરેલી જિલ્લામાં ૧૦૮ ને વર્ષ દરમિયાન હાર્ટ એટેકના ૧,૮૯૭, શ્વાસ લેવામાં સમસ્યાના ૧,૬૩૦ કેસ મળ્યા હતા. જેમાં ખાસ કરીને જાન્યુઆરી થી નવેમ્બરમાં સુધીમાં ૪૦૮ જેટલી પ્રસૂતિ 108ના સ્ટાફ દ્વારા કરાવવામાં આવી હતી. જે ખરેખર સરાહનિય કામગીરી છે. અમરેલી જિલ્લામાં વર્ષ દરમિયાન ૩૬,૩૭૩ કેસ આવ્યા હતાં, જેમાં સૌથી વધુ પ્રસૂતિના ૧૭,૭૬૦ કેસ ઈમરજન્સી વાહનોમાં નોંધાયાં હતા. પ્રસૂતા માટે ૧૦૮ આશીર્વાદરૂપ સાબિત થઇ છે.
તહેવારોના સમયગાળા દરમિયાન અકસ્માતો,દાઝી જવાના અને પટકાવાના કેસોમાં પણ વધારો નોંધાયો હતો. અમરેલી જિલ્લામાં 108 ઈમરજન્સીના ૨૩ વાહનો કાર્યરત છે. કોલ મળ્યાના માત્ર ૧૫ થી ૨૦ મિનિટમાં પહોંચી જઈ અનેક દર્દીઓને સારવાર માટે ખસેડે છે.ઈમરજન્સીમાં અનેક દર્દીઓને સમયસર સારવાર મળતાં જીવ બચી જાય છે. છેલ્લા કેટલાક સમયથી વિવિધ બીમારીઓમાં વધારો થવા ઉપરાંત અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે.
પરિણામે આ વર્ષે અત્યાર સુધીમાં અમરેલી જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સીને સેવાને કુલ ૩૬,૩૭૩ કેસ મળ્યા છે. જેમાં સૌથી વધુ પ્રસૂતિને લગતા ૧૭,૭૬૦ કેશ મળ્યા છે. જ્યારે આ વર્ષે હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા હોય જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ૧,૮૯૭ કેસ મળ્યા છે. અમરેલી જિલ્લામાં એક બેક અપ એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવે છે. જિલ્લામાં વર્ષ દરમિયાન અકસ્માતો, પસૂતિ, હૃદય અને શ્વાસ સબંધિત કેસો સહિતના ઈમરજન્સી કેસોમાં ૧૦૮ ઝડપથી દોડી પહોંચી દર્દીઓ માટે આશીર્વાદરૂપ બને છે.
યુવાનોમાં પણ હાર્ટ એટેક આવવાના અને અચાનક ઢળી પડવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ દરમિયાન હૃદય સબંધિત 1897 કેસ ૧૦૮ ને મળ્યા છે. શ્વાસની સમસ્યાઓ ઉભી થઈ હોવાના પણ જિલ્લામાં ૧,૬૩૦ જેટલા કેસ નોંધાયા હતાં. વાહનોથી અકસ્માતોના ૨,૯૦૨ કેસ મળ્યા છે જે પ્રતિદિન સરેરાશ સાત થી આઠ જેટલા થાય છે. ગુજરાત રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં પણ હાર્ટ એટેક આવવાના અનેક બનાવો બન્યા હતા. આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન પણ સરકારે જિલ્લા અનેક સ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખી હતી.