આજનો ઇતિહાસ ૨ જાન્યુઆરી

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ ૧૯૫૪ માં આજના દિવસે ભારતના સર્વોચ્ચ સમ્માન – ‘ભારત રત્ન’ અને ‘પદ્મ વિભૂષણ’ની સ્થાપના કરવામાં આવી હતી. ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે.

આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. સૌથી પહેલો ભારત રત્ન પુરસ્કાર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને આપવામાં આવ્યો હતો. પદ્મવિભૂષણ પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો દેશનો બીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે. ઉપરાંત મહિલાઓ માટે મહત્વપૂર્ણ કામગીરી કરનાર, સમાજ સુધારક અને ગાંધીજીના આંદોલનમાં ભાગ લેનાર પ્રખ્યાત મહિલા સ્વાતંત્ર્ય સેનાની ડો. રાધાભાઇની પૃણ્યતિથિ છે.

૨ જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2020 – ભારત સરકારે ચંદ્રયાન-3 અભિયાનને મંજૂરી આપી.
  • ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને ઓફિસમાં તેમના પ્રથમ દિવસની શરૂઆત કરી.
  • દૃષ્ટિહીન લોકોને નોટો ઓળખવામાં મદદ કરવા માટે, રિઝર્વ બેન્કે મની મોબાઈલ એપ લોન્ચ કરી, જે દૃષ્ટિહીન લોકોને ચલણી નોટો ઓળખવામાં મદદ કરે છે.
  • ચૂંટણી પંચે રાજકીય પક્ષોની માટે ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમ શરૂ કરી છે.
  • ભારતીય રેલવેએ હેલ્પલાઇન નંબર 139ની જાહેરાત કરી છે.
  • પાકિસ્તાને દ્વિપક્ષીય કરાર હેઠળ ભારત સાથે તેના પરમાણુ મથકોની યાદી આપલ-લે કરી છે. તેણે આ યાદી પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનના એક અધિકારીને આપી હતી. ભારતે પણ આવી જ યાદી પાકિસ્તાનને આપી હતી.
  • 2016 – સાઉદી અરેબિયાના પ્રખ્યાત શિયા ધર્મગુરુ નિમ્ર અલ-નિમ્ર અને અન્ય 46 સાથીઓને સરકારે ફાંસી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *