દેશમાં કોવિડ-૧૯ ઉપરાંત નવા વેરિયન્ટ જેએન.૧ ના કેસોમાં પણ સતત વધારો, નવા વેરિયન્ટના ડિસેમ્બરમાં ૧૭૯ કેસો અને નવેમ્બરમાં ૨૪ કેસ નોંધાયા.
દેશભરમાં કોરોનાના ડબલ એટેકથી રાજ્ય સરકારો ચિંતિત બની છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પણ કોરોના અને કોરોનાના સબ વેરિયન્ટ જેએન.૧ ના વધતા કેસો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે, ત્યારે દેશમાં કોરોનાવાયરસ ની સાથે સાથે નવા વેરિયન્ટ કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ૧૦ રાજ્યોમાં કોરોનાના સબ વેરિયન્ટ જેએન.૧ ના ૨૬૩ કેસો સામે આવ્યા છે. નવા વેરિયન્ટના સૌથી વધુ કેરળમાં ૧૩૩ કેસ નોંધાયા છે, ત્યારબાદ ગોવા અને ગુજરાતમાં પણ કેસો વધ્યા છે. ઉપરાંત કોરોનાના કેસોમાં પણ વધારો થયો છે.
૧૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવા વેરિયન્ટના કેસોનો પગપેસારો થયો છે. સૌથી વધુ કેરળમાં ૧૪૪, ગોવામાં ૫૧, ગુજરાતમાં ૩૪, દિલ્હીમાં ૧૬, કર્ણાટકમાં ૮, મહારાષ્ટ્રમાં ૯, રાજસ્થાનમાં ૫, તમિલનાડુમાં ૪, તેલંગણામાં ૨ અને ઓડિશામાં એક કેસ સામે આવ્યો છે. અહેવાલ મુજબ ડિસેમ્બરમાં નવા વેરિયન્ટના ૧૭૯ કેસો અને નવેમ્બરમાં ૨૪ કેસ સામે આવ્યા હતા.

આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા ડેટા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ ના વધુ ૫૭૩ કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં સક્રિય કેસોની સંખ્યા ૪૫૬૫ પર પહોંચી ગઈ છે.