ચેક વિતરણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જે કામ કરો તે આયોજન બદ્ધ કરો, પહેલા રોડ બનાવવામાં આવે પછી ગટરના નામે રોડ તોડવામાં આવે તે યોગ્ય નથી.
રાજ્યના વિવિધ શહેરોના વિકાસ માટેના રૂપિયા ૨,૦૮૪ કરોડના ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યા છે. ૮ મહાનગરપાલિકા અને ૧૬૯ નગરપાલિકાને ચેક અપાયા છે. જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા હોદ્દેદારોને ખાસ ટકોર પણ કરવામાં આવી હતી.
આ ચેક વિતરણના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જે કામ કરો તે આયોજન બદ્ધ કરો. તેમણે ઉમેર્યું કે, પહેલા રોડ બનાવવામાં આવે પછી ગટરના નામે રોડ તોડવામાં આવે તે યોગ્ય નથી. આયોજન વિનાની કામગીરી કરીશું તો આખી સરકારને સાંભળવું પડશે. કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવી નહી. વધુમાં કહ્યું કે, કામની ક્વોલિટીમા કોઈ બાંધછોડ કરવાની નથી. મેયર થઈ જાય એટલે એમના વોર્ડમાં જ કામ કરાવે તેવું ન ચાલે. તેમણે કહ્યું કે, ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકા કબજો જમાવે તેવું પણ ન ચાલે.