વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૪ માં ગુજરાતનાં જાજરમાન મહેમાન બનશે UAEના રાષ્ટ્રપતિ. રાજ્ય સરકારે કરી અભૂતપૂર્વ તૈયારીઓ.
ગુજરાતમાં દર બે વર્ષે યોજાય છે બિઝનેસ અને રોકાણનો સૌથી મોટો ઉત્સવ, એટલે એક વાઇબ્રન્ટ ગુજરાત સમિટ. કોરોના વાયરસના કારણે ગઈ વખતે સમિટ યોજાઇ નહોતી જેથી ચાર વર્ષ બાદ સમિટ થવા જઈ રહી છે. આ વખતે વાઇબ્રન્ટ સમિટને ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, એવામાં MOU ના નવા રેકોર્ડ્સ પણ સર્જાઇ શકે છે. આટલું જ નહીં એલોન મસ્કની ટેસ્લા દ્વારા પણ ગુજરાતમાં પ્લાન્ટનું એલાન થઈ શકે છે.
વાઇબ્રન્ટ સમિટમાં સામેલ થવા માટે સંયુક્ત અરબ અમીરાત ( UAE ) ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસી અને રશિયાના એક વરિષ્ઠ મંત્રી ગુજરાતનાં મહેમાન બનશે. આટલું જ નહીં કોર્પોરેટ અને બિઝનેસ જગતના એક લાખથી વધુ લોકો અમદાવાદ અને ગાંધીનગર આવશે. ગુજરાત સરકાર દ્વારા સમિટ માટે અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.