ભારત વિ દક્ષિણ આફ્રિકા ૨જી ટેસ્ટ
જસપ્રીત બુમરાહ (૬ વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં ૭ વિકેટે વિજય મેળવ્યો છે. દક્ષિણ આફ્રિકા બીજી ઇનિંગ્સમાં ૧૭૬ રનમાં ઓલઆઉટ થતા ભારતે જીતવા માટે ૭૯ રનનો પડકાર મળ્યો હતો. જવાબમાં ભારતે ૧૨ ઓવરમાં ૩ વિકેટ ગુમાવી ૮૦ રન બનાવી લીધા હતા. આ જીત સાથે ભારતે બે ટેસ્ટની શ્રેણી ૧-૧ થી બરાબરી કરી લીધી છે. ભારત કેપ ટાઉનમાં પ્રથમ વખત ટેસ્ટ જીતવા સફળ રહ્યું છે. બીજી ટેસ્ટ ફક્ત બે દિવસમાં જ પુરી થઇ ગઇ હતી.
ભારત ઇનિંગ્સ
-રોહિત શર્મા ૪૭ અને શ્રેયસ ઐયર ૪ રને અણનમ રહ્યા.
-વિરાટ કોહલી ૧૧ બોલમાં ૨ ફોર સાથે ૧૨ રન બનાવી જાન્સેનની ઓવરમાં કેચ આઉટ.
-શુભમન ગિલ ૧૧ બોલમાં ૨ ફોર સાથે ૧૦ રન બનાવી રબાડાની ઓવરમાં બોલ્ડ થયો.
-ભારતે ૭.૪ ઓવરમાં ૫૦ રન પુરા કર્યા.
-યશસ્વી જયસ્વાલ ૨૩ બોલમાં ૬ ફોર સાથે ૨૮ રન બનાવી બર્ગરનો શિકાર બન્યો.
દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ
-ભારત તરફથી બુમરાહે ૬ વિકેટ, જ્યારે મુકેશ કુમારે ૨ અને પ્રસિદ્ધ કૃષ્ણા અને સિરાજે ૧-૧ વિકેટ ઝડપી હતી.
-દક્ષિણ આફ્રિકા બીજી ઇનિંગ્સમાં ૩૬.૫ ઓવરમાં ૧૭૬ રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા માટે ૭૯ રનનો પડકાર મળ્યો.
-બર્ગર ૬ રને અણનમ રહ્યો.
-એનગિડી ૮ રને બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો.
-કાગિસો રબાડા ૨ રને કૃષ્ણાનો શિકાર બન્યો.
-માર્કરામ ૧૦૩ બોલમાં ૧૭ ફોર ૨ સિક્સર સાથે ૧૦૬ રન બનાવી બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો.
-માર્કરામે ૯૯ બોલમાં ૧૬ ફોર ૨ સિક્સર સાથે સદી ફટકારી.
-કેશવ મહારાજ ૩ રને બુમરાહનો પાંચમો શિકાર બન્યો.
-દક્ષિણ આફ્રિકાએ ૨૩.૪ ઓવરમાં ૧૦૦ રન પુરા કર્યા.
-જેન્સન ૧૧ રને બુમરાહની ઓવરમાં આઉટ થયો.
-કાયલ વેરેન ૯ રને બુમરાહનો શિકાર બન્યો.
-માર્કરામે ૬૮ બોલમાં ૮ ફોર સાથે ૫૦ રન પુરા કર્યા.
-ડેવિડ બેડિંગહામ ૧૨ બોલમાં ૨ ફોર સાથે ૧૧ રન બનાવી બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો.
-દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસે ૩ વિકેટે ૬૨ રનથી દિવસની શરૂઆત કરી હતી.
બીજી ટેસ્ટ માટે બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત :-
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, મુકેશ કુમાર.
સાઉથ આફ્રિકા :-
ટોની ડી જોર્જી, ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરામ, ટ્રિસ્ટન સ્ટ્રબ્સ, કાયલ વેરેન (વિકેટકિપર), માર્કો જેન્સેન, ડેવિડ બેડિંગહામ, કેશવ મહારાજ, નાન્દ્રે બર્ગર, કાગિસો રબાડા, લુંગી એનગિડી.
કેપટાઉનમાં ભારત-દક્ષિણ આફ્રિકાનો ટેસ્ટ રેકોર્ડ
૧૯૯૩ – ટેસ્ટ મેચ ડ્રો
૧૯૯૭ – ભારત ૨૮૨ રનથી હાર્યું
૨૦૦૭ – ભારત ૫ વિકેટથી હાર્યું
૨૦૧૧ – મેચ ડ્રો
૨૦૧૮- ભારત ૭૨ રનથી હાર્યું
૨૦૨૨- ભારત ૭ વિકેટથી હાર્યું
૨૦૨૪- ભારત ૭ વિકેટે જીત્યું