આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઇતિહાસ, રાજકારણ, સ્પોર્ટ્સ અને બોલીવુડના ઘણા જાણીતા વ્યક્તિઓનો જન્મદિવસ છે. જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો જન્મદિન છે. તો વિશ્વની ૭ અજાયબીમાં સામેલ ‘તાજમહેલ’ બનાવનાર મુઘલ બાદશાહ શારજહાંનો પણ વર્ષ ૧૫૯૨ માં આજના દિવસે જન્મ થયો હતો. ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી અને નિશાનેબાજ અંજૂમ મૌદગિલનો આજે જન્મદિન છે. બોલીવુડ સેલિબ્રિટીઝમાં દીપિકા પદુકોણનો બર્થડ જ્યારે ફિલ્મ પ્રોડ્યુસર- ડિરેક્ટર રમેશ બહેલ, ગીતકાર- સંગીતકાર સી. રામચંદ્રની પુણ્યતિથિ છે.
૫ જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ
2020 – ન્યૂઝીલેન્ડના બેટ્સમેન લિયો કાર્ટરે એક ઓવરમાં 6 સિક્સ ફટકારી. આ રેકોર્ડ બનાવીને તેણે વિશ્વના સાતમા બેટ્સમેન તરીકે ક્રિકેટ ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું. કાર્ટર ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના ગેરી સોબર્સ, ભારતના રવિ શાસ્ત્રી અને યુવરાજ સિંહ, દક્ષિણ આફ્રિકાના હર્ષલ ગિબ્સ, ઈંગ્લેન્ડના રોસ વિટાલી અને અફઘાનિસ્તાનના હઝરતુલ્લા ઝાઝાઈએ અત્યાર સુધીમાં એક ઓવરમાં 6 સિક્સ ફટકારી છે.
2014 – ભારતીય સંચાર ઉપગ્રહ GSAT-14 સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો. GSAT-14માં ભારતમાં બનેલા ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
2010 – ‘ગ્રીન રાજસ્થાન અભિયાન’ હેઠળ, ડુંગરપુર જિલ્લા વહીવટીતંત્રે, સમગ્ર જિલ્લામાં ફેલાયેલી ઉજ્જડ પહાડીઓની ફરી હરિયાળી કરવા માટે, 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટ, 2009 ના રોજ, 6 લાખથી વધુ છોડ રોપવામાં આવ્યા હતા, જેનો બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’નો સમાવેશ કરવામાં આવ્યો છે.
2009 – નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
2008 – ઉત્તર પ્રદેશમાં ‘વેટ ’વટહુકમ અમલમાં આવ્યા બાદ ત્યાં ‘ઉત્તર પ્રદેશ બિઝનેસ ટેક્સ એક્ટ’ – 1948નો અંત આવ્યો. ‘સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ’ (SAIL) ના ‘આયર્ન એન્ડ સ્ટીલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર’ને વર્ષ 2008 માટે ‘ગોલ્ડન પીકોક ઈનોવેટિવ પ્રોડક્ટ્સ સર્વિસ એવોર્ડ’ માટે પસંદ કરવામાં આવ્યું.