પશ્ચિમ બંગાળમાં ED પર હુમલો

પશ્ચિમ બંગાળમાં દરોડા પાડવા ગયેલી EDની ટીમ પર ૩૦૦ લોકોએ હુમલો કર્યો.

ટીમ નેતા શાહજહાં શેખના ઘરે પહોંચી જ હતી જ્યારે લોકોએ તેમના પર હુમલો કર્યો. અહેવાલો અનુસાર, ૨૦૦ થી ૩૦૦ લોકોએ ED અધિકારીઓ અને અર્ધલશ્કરી દળોને ઘેરી લીધા હતા. આ દરમિયાન લોકોએ અધિકારીઓના વાહનોમાં તોડફોડ પણ કરી હતી.

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં દરોડા પાડવા ગયેલી EDની ટીમ પર લગભગ ૨૫૦-૩૦૦ લોકોએ હુમલો કર્યો હતો. અહીં ૨૪ પરગણા જિલ્લામાં રાશન કૌભાંડ કેસમાં EDની ટીમ તૃણમૂલ નેતા શાહજહાં શેખના ઘર પર પહોંચી હતી. ટીમ નેતા શાહજહાં શેખના ઘરે પહોંચી જ હતી જ્યારે લોકોએ તેમના પર હુમલો કર્યો. અહેવાલો અનુસાર, ૨૦૦ થી ૩૦૦ લોકોએ ED અધિકારીઓ અને અર્ધલશ્કરી દળોને ઘેરી લીધા હતા. આ દરમિયાન લોકોએ અધિકારીઓના વાહનોમાં તોડફોડ પણ કરી હતી.

અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ હુમલામાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. કેટલાક લોકોનું કહેવું છે કે આ દરમિયાન ટોળાએ મીડિયા કર્મચારીઓને પણ નિશાન બનાવ્યા હતા. લોકો ઈંટો અને પથ્થરો વડે હુમલો કરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *