ભારત અને પાકિસ્તાનને આગામી ટી-૨૦ વર્લ્ડકપ માટે એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યું છે. જ્યારે નેપાલ માટે નવી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
જૂન ૨૦૨૪ માં યૂુએસએ અને વેસ્ટઈંડીઝની મેજબાનીમાં થનારાં ટી-૨૦ વર્લ્ડ કપનો શેડ્યૂલ સામે આવ્યો. શેડ્યૂલને લઈને ઓફિશિયલ એનાઉંસમેન્ટ આજે સાંજે ૦૭:૦૦ વાગ્યે થશે પણ મીડિયા પાસે ગ્રુપ અંગેની માહિતી આવી ગઈ છે. ખાસ વાત તો એ છે કે આ વખતે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં સાથે રાખવામાં આવ્યું છે. આ ટૂર્નામેંટમાં કુલ ૨૦ ટીમોએ ભાગ લીધો છે.
નેપાલ માટે મુશ્કેલી
આ ગ્રુપને લીધે સૌથી મોટું નુક્સાન નેપાલને થતું દેખાઈ રહ્યું છે. નેપાલને આગામી ટૂર્નામેંટ માટે ગ્રુપ ઓફ ડેથ મનાતા ગ્રુપમાં સ્થાન મળ્યું છે. નેપાલની સાથે સાઉથ આફ્રીકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેધરલેંડ રહેશે. નેપાલે પણ ટી-૨૦ ક્રિકેટમાં છેલ્લાં થોડા મહિનાઓમાં સારી છાપ છોડી છે. તો સામે પક્ષે આ ગ્રુપની દરેક ટીમ ઘણી મજબૂત છે. તેવામાં આ તમામ વચ્ચે કાંટાની ટક્કર આવી શકે છે. આ ટૂર્નામેંટ માટે ૫-૫ ટીમોને ૪ ગ્રુપમાં વહેંચવામાં આવ્યું છે.