પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદઘાટન કરશે

બ્રિજથી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઝડપથી કનેક્ટિવિટી મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાત લેશે.  પ્રધાનમંત્રી આજે બપોરે ૦૩:૩૦ વાગ્યે મુંબઈમાં અટલ બિહારી વાજપેયી સેવરી–ન્હાવા શેવા અટલ સેતુનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નવી મુંબઈમાં જાહેર કાર્યક્રમમાં ૧૨,૭૦૦ કરોડ રૂપિયાથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે.

અટલ સેતુ

પ્રધાનમંત્રીનું વિઝન શહેરી પરિવહન માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને મજબૂત કરીને નાગરિકોની ‘સરળતા’ વધારવાનું છે. આ વિઝનને અનુરૂપ મુંબઈ ટ્રાન્સહાર્બર લિન્ક (એમટીએચએલ)નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું નામ ‘અટલ બિહારી વાજપેયી સેવરી – ન્હાવા શેવા અટલ સેતુ’  છે. પ્રધાનમંત્રીએ ડિસેમ્બર, ૨૦૧૬ માં આ પુલનો શિલાન્યાસ પણ કર્યો હતો. અટલ સેતુનું નિર્માણ કુલ ૧૭,૮૪૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે.

બ્રિજની વિશેષતા

આ અટલ સેતુ લગભગ ૨૧.૮ કિમી લાંબો ૬-લેન બ્રિજ છે અને સમુદ્ર પર આ સેતુની લંબાઈ ૧૬.૫ કિમી છે અને જમીન પર લગભગ ૫.૫ કિમી છે. 

આ બ્રિજ ભારતનો સૌથી લાંબો પુલ છે અને ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે. 

આ બ્રિજથી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઝડપથી કનેક્ટિવિટી મળશે

મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારત વચ્ચેનાં પ્રવાસનાં સમયમાં પણ ઘટાડો થશે. 

મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *