અયોધ્યા: રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં શંકરાચાર્ય કેમ નથી જઈ રહ્યા?

અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમની તારીખ ૨૨ જાન્યુઆરી યોજાવાની વાત સામે આવતાં જ ચર્ચા શરૂ થઈ ગઈ કે આ આયોજનમાં કોણ ઉપસ્થિત રહેશે?

હવે જેમ જેમ ૨૨ જાન્યુઆરીનો દિવસ નજીક આવી રહ્યો છે, ત્યારે ચર્ચા એ વાતની થઈ રહી છે કે કોણ તેમાં સામેલ થશે અને કોણ નહીં.

કૉંગ્રેસે બુધવારે કેટલાય દિવસોથી પૂછાઈ રહેલા પ્રશ્નનો જવાબ આપ્યો.

કૉંગ્રેસે ભાજપ પર રામમંદિરને રાજકીય પરિયોજના બનાવવાનો આરોપ લગાવતા કાર્યક્રમમાં હાજર રહેવાનો ઇનકાર કરી દીધો છે.

કૉંગ્રેસે નિવેદન જાહેર કરીને કહ્યું, “ભગવાન રામની પૂજા કરોડો ભારતીયો કરે છે. ધર્મ મનુષ્યનો વ્યક્તિગત વિષય હોય છે. પણ ભાજપ અને આરએસએસે વર્ષોથી અયોધ્યામાં રામમંદિરને એક રાજકીય પરિયોજના બનાવી દીધી છે. સ્પષ્ટ છે કે એક અર્ધનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન માત્ર ચૂંટણીલક્ષી લાભ ઉઠાવવા માટે કરાઈ રહ્યું છે.”

કૉંગ્રેસે કહ્યું, “૨૦૧૯ ના સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકાર કરતા લોકોની આસ્થાના સન્માનમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરી ભાજપના ભાજપ અને આરએસએસના આ આયોજનના આમંત્રણને સાદર અસ્વીકાર કરે છે.”

વિશ્વ હિન્દુ પરિષદે પુષ્ટિ કરી છે કે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ સામેલ થશે. પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે અડવાણી સમારંભમાં સામેલ નહીં રહે.

કૉંગ્રેસ ઉપરાંત બે શંકરાચાર્યોએ પણ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાનો ઇનકાર કર્યો છે. જોકે, બે શંકરાચાર્યોએ નિવેદન જાહેર કરી કહ્યું કે બધાએ આ સમારોહમાં ઉપસ્થિત રહેવું.

શંકરાચાર્યોનું મહત્ત્વ

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને સ્વામી સદાનંદ

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને સ્વામી સદાનંદ

માન્યતા મુજબ શંકરાચાર્ય એ હિન્દુ ધર્મમાં સર્વોચ્ચ ધર્મગુરુનું પદ છે.

હિન્દુ ધર્મમાં શંકરાચાર્યોને સન્માન અને આસ્થા સાથે જોવામાં આવે છે.

આદિ શંકરાચાર્યને હિન્દુ ધર્મની દાર્શનિક વ્યાખ્યા માટે પણ ઓળખવામાં આવે છે.

આદિ શંકરાચાર્યે હિન્દુ ધર્મના પ્રચારપ્રસાર માટે ચાર મઠની સ્થાપના કરી હતી. આ મઠોનું કામ હતું, ધર્મનો પ્રચારપ્રસાર કરવો.

  • શ્રૃંગેરી મઠ, રામેશ્વરમ, તામિલનાડુ – શંકરાચાર્ય ભારતીતીર્થ મહારાજ
  • ગોવર્ધન મઠ, પુરી, ઓડીશા – શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજ
  • શારદામઠ, દ્વારકા, ગુજરાત – શંકરાચાર્ય સદાનંદ મહારાજ
  • જ્યોતિર્મઠ, બદરિકા, ઉત્તરાખંડ – શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ

આ મઠોનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્ત્વ છે.

આવી સ્થિતિમાં જ્યારે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની તારીખ નક્કી થઈ તો શંકરાચાર્યો પાસેથી પણ તેમનું વલણ જાણવાના પ્રયાસ થયા.

શંકરાચાર્યો કેમ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં નથી જઈ રહ્યા?

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા

જ્યોતિર્મઠ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે દેશના ચારેય શંકરાચાર્ય ૨૨ જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં સામેલ નહીં થાય.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મુજબ આ આયોજન શાસ્ત્રો અનુસાર નથી થઈ રહ્યું.

જોકે, શ્રૃંગેરી મઠે નિવેદન જાહેર કરીને કહ્યું કે શંકરાચાર્ય ભારતીતીર્થની તસવીર સાથે સંદેશા અપાઈ રહ્યા છે, જેનાથી એવું લાગી રહ્યું છે કે શ્રૃંગેરી શંકરાચાર્ય પ્રાણપ્રતિષ્ઠાનો વિરોધ કરી રહ્યા છે. પણ આવો કોઈ સંદેશ શંકરાચાર્ય તરફથી નથી અપાયો. આ વાતમાં તથ્ય નથી.

પુરીના ગોવર્ધન મઠના શંકરાચાર્યે શું કહ્યું?

શંકરાચાર્ય

ગોવર્ધન મઠના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સ્વામીએ એક ચેનલને કહ્યું, “મારું મન એવું નથી કે મને પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ મળે તો હું ફુલાઈ જાઉં અને આમંત્રણ ના આપે તો ગુસ્સે થાઉં. રામની સ્થાપના શાસ્ત્રો પ્રમાણે થાય એ જરૂરી છે. હાલ તો પ્રાણપ્રતિષ્ઠા શાસ્ત્રો પ્રમાણે નથી થઈ રહી. આમંત્રણ પ્રમાણે અમારી સાથે એક વ્યક્તિ સાથે આવી શકે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *