શેરબજાર: નિફ્ટી અને સેન્સેકસ ઑલ ટાઈમ હાઇ

આજે બજારમાં સારી ખરીદી જોવા મળી હતી. નિફ્ટી લગભગ ૧૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૧,૭૦૦ ને પાર કરી ગયો છે. સેન્સેક્સ પણ લગભગ ૩૦૦ પોઈન્ટ વધીને ૭૨,૦૦૦ ને પાર કરી ગયો છે.

ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે બમ્પર ઉછાળો જોવા મળ્યો હતો. આઈટી, રિયાલિટી સહિતના મોટાભાગના સેક્ટરમાં ખરીદી થઈ હતી. 

આજે બપોર સુધીમાં BSE સેન્સેક્સ ૮૨૦ પોઈન્ટ વધીને ૭૨,૭૨૦ ની ઉપર પહોંચ્યો હતો. તે જ સમયે, નિફ્ટી ૫૦માં ૨૫૬ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઈન્ડેક્સ ૨૧,૯૨૮ ની આસપાસ પહોંચ્યો હતો. બીજી તરફ બેંક નિફ્ટી પણ ૩૭૩ પોઈન્ટના વધારા સાથે ૪૭,૮૧૧ ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *