બંગાળમાં ટોળાએ સાધુઓને ઢોર માર માર્યો

બંગાળમાં પાલઘર જેવી ઘટના સામે આવી છે જેમાં ટોળાઓ દ્વારા ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો, આ ઘટના બાદ ભાજપે મમતા સરકારને ઘેરી લીધી છે.

પશ્ચિમ બંગાળમાં મોબ લિંચિગનો મામલો સામે આવ્યો છે જેમાં લોકોના ટોળાએ ત્રણ સાધુઓને બાળકો ઉપાડનાર સમજીને નિર્દયતાથી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો જે બાદ ભાજપ રાજ્યની તૃણમૂલ સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. જો કે આ મામલે હજુ સુધી TMC તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

અમિત માલવિયાએ મમતા બેનરજીને સવાલો કર્યા

ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ આ વીડિયોને સોશિયલ મીડિયા એક્સ પર શેર કરતા લખ્યું હતું કે ‘મમતા બેનરજીએ તેમના મૌન પર શરમ આવવી જોઈએ’. તેમણે સવાલો કરતા આગળ લખ્યું કે શું આ સાધુઓનું કોઈ મહત્વ નથી? અમારે આ અત્યાચારનો જવાબ જોઈએ છે. ઉલ્લેખનીય છે કે ૩૦ સેકેન્ડના વીડિયોમાં લોકોનું ટોળું સાધુઓને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારતા જોવા મળી રહ્યું છે. આ ઘટનાને અમિત માલવિયાએ મહારાષ્ટ્રના પાલઘરમાં ૨૦૨૦ માં બનેલી ઘટના સાથે સરખામણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *