આજે ૧૪ જાન્યુઆરીનાં રોજ વિનાયક ચતુર્થી અને સાથે જ લોહરીનો પર્વ પણ છે. પોષ મહિનાની વિનાયક ચતુર્થીનાં દિવસે કેટલાક વિશેષ કાર્ય કરવાથી બાપ્પાની કૃપા વરસે છે.
૧૪ જાન્યુઆરી એટલે કે આજે પોષ વિનાયક ચતુર્થી છે. આ દિવસે ગણેશજીની ખાસ પૂજા અને કેટલાક વિશેષ ઉપાય કરવાથી સિદ્ધિ વિનાયક આપણાં દુખ હરે છે અને પોતાની કૃપા વરસાવે છે. આજનાં દિવસે ગણેશજીને સિંદૂર ચઢાવવું. આ દરમિયાન ‘सिन्दूरं शोभनं रक्तं सौभाग्यं सुखवर्धनम्। शुभदं कामदं चैव सिन्दूरं प्रतिगृहृताम्।। ओम गं गणपतये नम:’ મંત્રનો જાપ કરવો. તેનાથી બાપા તમારા તમામ કષ્ટ હરી લેશે.
દૂર્વા અર્પણ
વિનાયક ચતુર્થીનાં દિવસે દૂર્વાની માળા બનાવીને ભગવાન ગણપતિને અર્પિત કરવી. વિધ્નહર્તાને શુદ્ધ ઘી અને ગોળનો ભોગ અર્પણ કરીને “वक्रतुण्डाय हुं” મંત્રનો કુલ ૫૪ વાર જાપ કરવો. પૂજા સમાપ્ત થાય ત્યારે આ ગોળ અને ઘીને ગાયને ખવડાવી દેવી. જ્યોતિષો અનુસાર તેનાથી ગણપતિજી પ્રસન્ન થાય છે અને ધન સંબંધિત મુશ્કેલીઓથી રાહત મળે છે.
બેઠેલા ગણપતિ
પોષ વિનાયક ચતુર્થી પર ઘરમાં બાપ્પાનાં સિદ્ધિ વિનાયક રૂપની સ્થાપના કરવું અત્યંત લાભકારી હોય છે. સિદ્ધિ વિનાયક ગણેશ બેઠેલી મુદ્રામાં છે. વાસ્તુ અનુસાર બેઠેલા ગણપતિ ઘરમાં સ્થાપિત કરવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.
બુદ્ધિ તેજ કરવાનો ઉપાય
જો બાળક ભણતરમાં કાચો છે તો પોષ વિનાયક ચતુર્થીનાં દિવસે વિધ્નહર્તા ગણેશજીની પૂજામાં ત્રણ વાટવાળા ઘીનો દીવો પ્રગટાવવો. બાળક પાસે આ મંત્રનો જાપ કરાવવો જોઈએ: त्रयीमयायाखिलबुद्धिदात्रे बुद्धिप्रदीपाय सुराधिपाय। लनित्याय सत्याय च नित्यबुद्धि नित्यं निरीहाय – માન્યતા અનુસાર આ મંત્રથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે.
નારિયેળ અર્પિત કરવું
ગણપતિ બુદ્ધિ અને વાણીનાં દેવતા છે. પોષ વિનાયક ચતુર્થી પર બાપ્પાને નારિયેળ અર્પિત કરવું અને પોતાની મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરવી. કહેવાય છે કે જે લોકોને બોલવામાં તકલીફ હોય છે તેમને આવું કરવાથી રાહત મળે છે.