ટોલ ટેક્સ ફાસ્ટેગની મદદથી ભરતા લોકો માટે સમાચાર

ફાસ્ટેગની મદદથી ભરતાં લોકો માટે મોટા સમાચાર! ૩૧ જાન્યુઆરી બાદથી ફાસ્ટેગ ડિએક્ટિવેટ થઈ જશે.

ટોલ ભરવા માટે ફાસ્ટેગનો ઉપયોગ કરનારા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જો તમારા ફાસ્ટેગની કાર્યવાહી અધૂરી છે તો ૩૧ જાન્યુઆરી બાદથી તેને ડિએક્ટિવેટ કરી દેવામાં આવસે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સોમવારે આ વિષયે વાત કરતાં કહ્યું કે One Vehicle One Fastag અંતર્ગત ફાસ્ટેગનાં એક્સપીરિયંસને વધુ સારું બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

૩૧ જાન્યુઆરી બાદ ડિએક્ટિવેટ

૩૧ જાન્યુઆરી પહેલાં જેમણે ફાસ્ટેગની KYC નહીં કરાવી હોય તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અથવા તો તેમને ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. જ્યારે સિંગલ ફાસ્ટેગને પ્રોત્સાહન આપવા માટે NHAIએ કહ્યું કે એક ગાડી પર એકથી વધારે ફાસ્ટેગ રાખનારા એકાઉન્ટ પણ બ્લેકલિસ્ટમાં જતાં રહેશે. ૩૧ જાન્યુઆરી સુધી ફાસ્ટેગની KYC ફરજિયાત છે. ફાસ્ટેગ જો નિષ્ક્રિય થશે જો તમને ડબલ ચૂકવણી કરવી પડશે. કેશમાં ટોલ ટેક્સની ચુકવણીમાં તમને બેગણો ટેક્સ ભરવો પડશે.

જો તમારા ફાસ્ટેગની KYC પૂર્ણ નથી થયેલી તો તમને તાત્કાલિક આ કામ કરી લેવું પડશે. કારણકે NHAIએ આ કામ માટેની ડેડલાઈન 31 જાન્યુઆરી નક્કી કરી છે. 
KYC અપડેટ કરવા માટે તમારે તમારા ફાસ્ટેગ સાથે જોડાયેલા બેંકમાં જવું પડશે અમે ફાસ્ટેગ KYC અપડેટ કરવા માટે જરૂરી માહિતી અને ફોર્મ ભરવા પડશે. આ બાદ બેંક તમારી ફાસ્ટેગ ડિટેલ અપડેટ કરી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *