આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે તિથિ અનુસાર શીખ ધર્મના ૧૦ માં ગુરુ ગુરુ ગોવિંદ સિહંની જન્મજંયતિ છે, જેને પ્રકાશ પર્વ તરીકે ઉજવાય છે. ગુરુ ગોવિંદ સિહનો જન્મ વર્ષ ૧૬૬૬ માં પોષ વદ સાતમ તિથિના રોજ બિહારના પટના શહેરમાં થયો હતો.
આજે વર્ષ ૧૬૦૧ માં આજની તારીખે જ બાદશાહ અકબરે અસીરગઢના અભેદ કિલ્લામાં પ્રવેશ કર્યો હતો.
વર્ષ ૨૦૨૨ માં આજના દિવસે કથ્થક નૃત્યના પ્રખ્યાત કલાકાર પંડિત બિરજુ મહારાજનું અવસાન થયુ હતુ.
તો પ્રખ્યાત કવિ અને ગીતકાર જાવેદ અખ્તર અને ગણિતશાસ્ત્રી ડી.આર. કાપરેકરનો જન્મદિવસ છે.
૧૭ જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ
2020 – ઇસરો (ISRO) એ યુરોપિયન સ્પેસ એજન્સીના Ariane-5 લોન્ચ વ્હીકલ દ્વારા કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-30 લોન્ચ કર્યો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આતંકવાદ, નક્સલવાદી હિંસા કે સાંપ્રદાયિક રમખાણોના પીડિતો માટે સરકારી સહાય મેળવવા માટે આધારકાર્ડ ફરજિયાત બનાવ્યું હતું.
2013 – ઈરાકમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 33 લોકોના મોત થયા હતા.
2010 – ભારતની સર્વોચ્ચ અદાલતે ગેરકાયદેસર હુમલો થવાની સ્થિતિમાં સ્વ-બચાવના અધિકારની પ્રો-એક્ટિવ વ્યાખ્યા આપતા કહ્યું કે, કાયદાનું પાલન કરનારા લોકોએ કાયર બનીને રહેવાની જરૂર નથી. તેની બે સભ્યોની ખંડપીઠે, સ્વ-બચાવના અધિકાર પર 10-મુદ્દાના નિર્દેશ નક્કી કરતા કહ્યું કે, આ સંજોગોમાં વ્યક્તિને ગુનેગાર બનાવી શકાય નહીં, પછી ભલે તેણે હુમલાખોરને જીવલેણ નુકસાન પહોંચાડ્યું હોય.
2008 – કેન્દ્ર સરકારે દિવ્યાંગોને નોકરી આપવા માટે 1800 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી હતી. મેડાગાસ્કરમાં હિંદ મહાસાગરના પામ વૃક્ષની નવી પ્રજાતિઓ મળી આવી.
2007 – ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માઈકલ બેવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.
1852 – બ્રિટને દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલની સ્વતંત્રતાને માન્યતા આપી.
1757 – જર્મનીએ પ્રશિયા સામે યુદ્ધની ઘોષણા કરી.
1601 – મુઘલ બાદશાહ અકબરે અસીરગઢના અભેડ કિલ્લામાં પ્રવેશ કર્યો. ફ્રાન્સે સ્પેન સાથે કરાર કર્યો જે હેઠળ ફ્રાન્સે બ્રાઇસ, બ્યુગ્સ વોલ્રોમી અને ગેક્સ પ્રદેશ મેળવ્યા હતા.
1595 – ફ્રાન્સના રાજા હેનરી IV એ સ્પેન સામે યુદ્ધની ઘોષણા કરી.