ભારતીય શેરબજારમાં આજે નિરાશાજનક શરૂઆત થઇ હતી. સેન્સેક્સ ૧૧૩૦ અને નિફ્ટી ૩૭૦ પોઈન્ટના કડાક સાથે ખૂલ્યાં હતા. જ્યારે બેન્ક નિફ્ટીમાં પણ ૧૫૫૨ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. એચડીએફસી બેન્કના ત્રિમાસિક પરિણામો બાદ બુધવારે બજારોમાં નિરાશા જોવા મળી હતી. એચડીએફસીના શેર ૧૦૯ રૂપિયા સુધી ગગડીને ૧૫૭૦ રૂપિયા પર ખૂલ્યા હતા.
બેન્કોના શેરોમાં મોટો કડાકો
માહિતી અનુસાર એચડીએફસી બેન્કે ગઈકાલે સાંજે બજાર બંધ થયા બાદ તેના પરિણામ જાહેર કર્યા હતા. તેની અસર બુધવારે બજાર ખુલતા જ દેખાઈ. બીએસઈના સેન્સેક્સ પર મોટાભાગની બેન્કના સ્ટોક નીચે ચાલી રહ્યા છે. તેમાં યસ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, આઈસીઆઈસીઆઈ, એક્સિસ અને કોટકના શેર પણ નીચે ખુલ્યાં હતા. એનએસસીના નિફ્ટીમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.