ખાલિસ્તાની આતંકી પન્નુએ પંજાબના સીએમ ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી આપી

પોતાના વીડિયો સંદેશમાં ખાલિસ્તાની આતંકી પન્નુએ કહ્યું કે હું મોદીને પડકાર આપું છું, તમે તમારી સુરક્ષા વગર દિલ્હી આવો. જો તમે લોકપ્રિય નેતા છો, તો સુરક્ષા વિના પ્રજાસત્તાક દિને દિલ્હી આવો.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ડીજીપી ગૌરવ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી ખાલિસ્તાની સમર્થક અને શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુએ આપી છે. પન્નુએ ગણતંત્ર દિવસના અવસર પર હુમલો કરવાની વાત કહી છે. પન્નુએ ગેંગસ્ટરોને કહ્યું કે તે પ્રજાસત્તાક દિને ભગવંત માનને લુધિયાણામાં ત્રિરંગો ફરકાવવાની મંજૂરી ન આપે.

પન્નુની આ ધમકી યુ.એસ. ફેડરલ પ્રોસિક્યુટર્સે એક ભારતીય અધિકારી પર ન્યૂયોર્કમાં ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યાના અઠવાડિયા પછી આવી છે. પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક પન્નુએ એક વિડિયો સંદેશમાં આ ધમકી આપી હતી. તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સુરક્ષા કવચ વગર ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લેવા પડકાર ફેંક્યો છે.

પોતાના વીડિયો સંદેશમાં પન્નુએ કહ્યું કે હું મોદીને પડકાર આપું છું, તમે તમારી સુરક્ષા વગર દિલ્હી આવો. જો તમે લોકપ્રિય નેતા છો, તો સુરક્ષા વિના પ્રજાસત્તાક દિને દિલ્હી આવો. એસએફજે ખાલિસ્તાની ધ્વજ ફરકાવશે અને શહીદ નિજ્જરની હત્યાનો બદલો લેશે.

પન્નુએ સીએમ ભગવંત માનને પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહ અને કાર્યકારી ડીજીપી ગૌરવ યાદવને પૂર્વ ડીજીપી ગોવિંદ રામ ગણાવ્યા હતા. પન્નુએ કહ્યું છે કે ભગવંત માન જ્યાં પણ તિરંગો ફરકાવશે ત્યાં માહોલ ખરાબ કરવામાં આવશે. પન્નુએ આમ કરીને માનને સજા આપવાની વાત કરી છે. તમને જણાવી દઇએ કે મુખ્યમંત્રી ભગવંત માન પાસે ઝેડ પ્લસ સુરક્ષા છે.

વીડિયો ક્લિપ જેમાં ભગવંત માન કહે છે કે તેમની સરકાર ગેંગસ્ટરોને છોડશે નહીં. તે વીડિયોને પન્નુના વીડિયોમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અલગાવવાદી પન્નુએ કહ્યું કે પંજાબના યુવાનોને ગેંગસ્ટર તરીકે ઓળખવામાં આવે છે અને બનાવટી એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવે છે. પન્નુએ યુવાનોને તેમનો સંપર્ક કરવા અને ૨૬ જાન્યુઆરીએ ખાલિસ્તાન પર જનમત સંગ્રહ માટે મતદારો તરીકે પોતાને નોંધણી કરવા જણાવ્યું હતું.

હાલમાં જ પન્નુએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અંગેનો એક વીડિયો જાહેર કરીને મુસ્લિમ સમુદાયને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. પન્નુએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમોને દુશ્મન કહ્યા હતા.

પન્નુએ કહ્યું હતું કે કે રામ મંદિર બાબરી મસ્જિદ તોડીને બનાવવામાં આવ્યું છે. આ બાબરી મંદિરનો ધ્વંસ નથી પરંતુ બે કરોડ મુસ્લિમોનું ધર્માંતરણ છે. ૨૨ જાન્યુઆરીએ મુસ્લિમ સમુદાયનું બ્લૂ સ્ટાર ઓપરેશન છે. મુસ્લિમોને ભારત છોડીને ઉર્દિસ્તાનની માંગ કરવા કહે છે. આતંકવાદી પન્નુએ અમૃતસરથી અયોધ્યા સુધીના તમામ એરપોર્ટ બંધ કરવાની ધમકી આપી હતી. આ પહેલા પણ પન્નુ આવી ધમકીઓ આપી ચૂક્યા છે.

આ પહેલા પન્નુએ પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પૂર્વ જેલ મંત્રી સુખજિંદર સિંહ રંધાવાને પણ ધમકી આપી હતી. અમરિંદર સિંહની માંગ બાદ કેન્દ્ર સરકારે ૨૦૨૯ માં એસએફજે પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *