અમદાવાદ: ઇન્ટરનેશનલ એર કાર્ગો કોમ્પ્લેક્સમાંથી ૨૫ કરોડની કિંમતનો કેટામાઇન ડ્રગ્સનો જથ્થો જપ્ત

‘હાઇડ્રોક્સિલિમાઇન હાઇડ્રોક્લોરાઇડ’ ના ઇનવોઇસથી થાઇલેન્ડ મોકલવામાં આવી રહ્યું હતું.

DRIના અધિકારીઓએ બુધવારે અમદાવાદના ઇન્ટરનેશનલ એર કાર્ગો કોમ્પ્લેક્સમાં બાતમીને આધારે દરોડો પાડીને રુપિયા ૨૫ કરોડની કિંમતનો ૫૦ કિલો કેટામાઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. ગાંધીનગર જિલ્લામાં આવેલી એક ફાર્મા કંપનીમાં આ ડ્ગ્સ તૈયાર કરીને ‘હાઇડ્રોક્સિલિમાઇન હાઇડ્રોક્લોરાઇડ’ ના ઇનવોઇસથી થાઇલેન્ડ મોકલવામાં આવી રહ્યું હતું. આ ઉપરાંત, ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન દરમિયાન ૪૬ કિલો શંકાસ્પદ પાઉડરનો જથ્થો જપ્ત કર્યો હતો. આ અંગે ત્રણ શખ્સોની અટકાયત કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખીય છે કે, DRI દ્વારા છેલ્લાં ત્રણ મહિનામાં ત્રણ મોટા દરોડાની કાર્યવાહી કરીને કુલ  ૫૦૦ કરોડથી વધારેનું ડ્રગ્સ જપ્ત કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *