અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા યોજાશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારે ૨૨ જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે સરકારની તમામ કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરી છે. ભારતભરની તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓ ૨૨ જાન્યુઆરીએ ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા યોજાશે.
કર્મચારીઓને ઊજવણીમાં ભાગ લેવા સક્ષમ બનાવવા માટે, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, સમગ્ર ભારતમાં તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓ ૨૨ જાન્યુઆરીએ અડધા દિવસ માટે બંધ રહેશે.