મ્યાનમારના લોકોની ભારતમાં ગેરકાયદેસર એન્ટ્રી મામલે અમિત શાહે ભારત સાથેની મ્યાનમારની સરહદે તારની વાડ બનાવવાનું એલાન કર્યું છે.
મ્યાનમારના લોકોની ભારતમાં ગેરકાયદેસર એન્ટ્રી મામલે કેન્દ્ર સરકારે પણ એક્શનમાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી છે કે ગેરકાયદેસર એન્ટ્રી અટકાવવા માટે ભારત મ્યાનમાર સરહદે તારની વાડ બનાવશે. મ્યાનમારમાં વંશીય અથડામણને કારણે ત્યાંના સૈનિકો ભારતમાં ખોટી રીતે ઘુસી રહ્યાં છે. અમિત શાહે આસામ પોલીસ કમાન્ડોની પાસિંગ આઉટ પરેડમાં કહ્યું હતું કે, “મ્યાનમાર સાથેની ભારતની સરહદને બાંગ્લાદેશ સાથેની સરહદની જેમ સુરક્ષિત કરવામાં આવશે.
છેલ્લા ત્રણ મહિનામાં મ્યાનમાર આર્મીના લગભગ ૬૦૦ સૈનિકો ભારતમાં પ્રવેશ્યા છે. પશ્ચિમી મ્યાનમાર રાજ્ય રખાઇનમાં એક વંશીય સશસ્ત્ર જૂથ – અરાકાન આર્મી (એએ) આતંકવાદીઓ દ્વારા તેમના શિબિરો કબજે કરવામાં આવ્યા બાદ તેઓએ મિઝોરમના લાંગટલાઇ જિલ્લામાં આશ્રય લીધો હતો. સરહદ પર વાડ બનાવીને ભારત બંને દેશો વચ્ચે ફ્રી મૂવમેન્ટ રિજિમ (એફએમઆર) રદ કરશે. સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને બીજા દેશમાં પ્રવેશવા માટે ટૂંક સમયમાં વિઝાની જરૂર પડશે.