કેનેડાએ અયોધ્યામાં શ્રી રામ મંદિરને લઈને મોટો નિર્ણય લીધો છે જેનાથી ભારતીયોના દિલ ખુશ થઈ જશે. આનાથી દરેકને આશ્ચર્ય થાય છે. ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદો વચ્ચે કેનેડાનો આ નિર્ણય રામભક્તો માટે ખરેખર ચોંકાવનારો છે. કેનેડાના ૩ શહેરોમાં ૨૨ જાન્યુઆરીને “અયોધ્યા રામ મંદિર દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.
અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કેનેડાએ મોટો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે. ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડા દ્વારા રામ મંદિર પર લેવાયેલો આ નિર્ણય બધાને ચોંકાવી રહ્યો છે. હકીકતમાં, કેનેડાના ત્રણ શહેરોએ 22 જાન્યુઆરીને “અયોધ્યા રામ મંદિર દિવસ” તરીકે ઉજવવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. એટલું જ નહીં, હિંદુ કેનેડિયન ફાઉન્ડેશને ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રી રામની મૂર્તિના અભિષેકની વિધિને ચિહ્નિત કરવા ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં બિલબોર્ડ પણ લગાવ્યા છે. કહેવામાં આવ્યું છે કે ભારતમાં રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરીએ શ્રી રામ મંદિરનો અભિષેક કરવામાં આવશે.
બ્રેમ્પટન અને ઓકવિલેના મેયરે ૨૨ જાન્યુઆરીને “અયોધ્યા રામ મંદિર દિવસ’ તરીકે જાહેર કર્યો અને કહ્યું કે મંદિરનું ઉદ્ઘાટન “વિશ્વભરના હિંદુઓ માટે ખૂબ જ સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે”.