રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ થઇ રહ્યો છે. ૫૦૦ વર્ષ બાદ રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થઇ રહ્યા છે. અયોધ્યા સહિત દેશભરમાં રામોત્સવનો ઉજવાઇ રહ્યો છે.
અયોધ્યા રામ મંદિરમાં આજે ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ સોમવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યા રામ મંદિરનો ભવ્ય કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. લગભગ ૫૦૦ વર્ષ બાદ રામ લલ્લા તંબુમાંથી હવે મંદિરમાં બિરાજમાન થશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. ભારત ઉપરાંત વિદેશમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ ઉત્સવે જેવો માહોલ છે. ભારતના દરેક રાજ્ય, જિલ્લા, શહેર અને ગામ પ્રભુ રામના આગમન માટે સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. દરેકને એ જ ક્ષણનો ઇતેંજાર છે ‘રામ આયેંગે’.