રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થતાં કૃતજ્ઞતા અનુભવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવવિભોર સંબોધન કર્યું.

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિધી પૂર્ણ થઈ ગઈ છે. રામલલ્લા બિરાજમાન થઈ ચુક્યા છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, આરએસએસ વડા મોહન ભાગવત અને મંદિરના મુખ્ય પુજારીએ ગર્ભગૃહમાં પૂજા વિધીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પીએમ મોદીએ ૭૦૦૦ વધુ મહેમાનોને સંબોધ્યા.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા – પીએમ મોદી લાઈવ સંબોધન
આ ક્ષણ અલૌકિક છે – પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્આયું, જે આપણને એ સદીઓની ધીરજનો વારસો મળ્યો છે, આજે આપણને રામ મંદિર મળ્યું છે. પીએમ મોદીએ કહ્યું, “અમારા રામ લલ્લા હવે તંબુમાં નહીં રહે, તે હવે દિવ્ય મંદિરમાં રહેશે. હું દ્રઢપણે માનું છું કે જે બન્યું છે તે દેશના અને વિશ્વના ખૂણે ખૂણે રામભક્તોએ અનુભવ્યું હોવું જોઈએ. આ ક્ષણ અલૌકિક છે.
પીએમ મોદીએ કેમ માંગી રામ લાલાની માફી?
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, હું આજે પ્રભુ શ્રી રામ સામે ક્ષમા માંગુ છુ. અમારા પુરૂષાર્થ, ત્યાગ, તપસ્યામાં કઈંક તો કમી રહી હશે, કે અમે આટલી સદીઓ સુધી આ કાર્ય ન કરી શક્યા. આજે તે કમી પુરૂ થઈ છે. મને વિશ્વાસ છે કે પ્રભુ શ્રી રામ આપણને ક્ષમા કરશે
પીએમ મોદીએ કહ્યું, રામ મંદિર બનાવવામાં, રામ ભગવાનને ઘર અપાવવામાં ઘણી મુશ્કેલીઓ આવી, કોર્ટ કચેરી સહિતની સમસ્યા, ઈતિહાસની આ ગાંઠને દેશે, એકદમ શાંતિથી ઉકેલી છે, તે જોઈ કહી શકુ છુ કે આપણો દેશ પ્રગતીના પંથે જતો રહેશે. રામ આગ નહી, રામ ઉર્જા છે.
પીએમ મોદીએ કહ્યું કે રામ લલ્લાના અભિષેકમાં હાજર રહીને અમે ભાગ્યશાળી છીએ. આ સમય સામાન્ય સમય નથી. આપણે બધા જાણીએ છીએ કે જ્યાં પણ રામનું કાર્ય થાય છે, ત્યાં પવનના પુત્ર હનુમાન અવશ્ય હાજર હોય છે. એટલા માટે હું રામભક્ત હનુમાન અને હનુમાનગઢીને વંદન કરું છું
પીએમ મોદીએ કહ્યું, નવા કાલચક્રનો પ્રારંભ થશે. સાગરથી સરયૂ સુધી રામ નામનનો ભક્તિભાવ જોવા મળી રહ્યો છે. રામ નામ દરેકના અંતરમનમાં સમાયેલું છે. દેશભરમાં બધા એક થઈ બોલી રહ્યા છે, જય શ્રી રામ, આજ એકતાનું પ્રતિક છે.
પીએમ મોદીએ કહ્યું, મને વિશ્વાસ છે કે, પ્રભુ રામ આજે આપણાથી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો ક્ષમા કરશે.
પીએમ મોદીએ કહ્યું, આ સામાન્ય સમય નથી, આ કાલ ચક્રમાં ઐતિહાસિક દિવસ તરીકે યાદ રાખવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું, રામ ભક્ત હનુમાન, માતા જાનકી, સરયૂ નદી સહિત તમામને નમન કરૂ છુ.
પીએમ મોદીએ કહ્યું, હવે રામલલલ્લાને તંબુમાં નહી રહેવું પડે, રામ ભગવાનને તેમનું ઘર પાછુ મળી ગયું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેમના સંબોધનની શરૂઆત રામ ચંદ્ર ભગવાનની જય નો નારો લગાવી કરી.