રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે મોટા સમાચાર, યુક્રેનના ૬૫ સૈનિકોને હેન્ડઓવર કરવા જઈ રહેલું રશિયાનું મિલેટ્રી પ્લેન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટના પશ્ચિમી બેલ્ગોરોડ ક્ષેત્રમાં બની.

રશિયા યુક્રેન યુદ્ધ ના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રશિયાએ બુધવારે માહિતી આપી હતી કે, તેનું ઇલ-૭૬ મિલિટરી ટ્રાન્સ સપોર્ટ પ્લેન ૬૫ યુક્રેનિયન યુદ્ધ કેદીઓને સાથે ક્રેશ થયું છે. આ દુર્ઘટના પશ્ચિમી બેલ્ગોરોડ ક્ષેત્રમાં થઈ હતી. રશિયાના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને RIA-Novosti ન્યૂઝ એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઇલ-૭૬ મિલિટરી ટ્રાન્સ સપોર્ટ પ્લેનમાં ૬૫ યુક્રેનિયન સૈનિકો સવાર હતા. તેને હેન્ડઓવર માટે યુક્રેન લઈ જવામાં આવી રહ્યા હતા. આ સિવાય પ્લેનમાં છ ક્રૂ મેમ્બર અને ત્રણ એસ્કોર્ટ પણ હતા.
રશિયા યુક્રેન યુદ્ધ સમયના બંધક સૈનિકો હતા સવાર
પ્રાપ્ત માહિતી અનુસાર, રશિયન ઇલ્યુશિન ઇલ-૭૬ લશ્કરી પરિવહન વિમાન બુધવારે યુક્રેનની સરહદ નજીક પહોંચ્યું તેજ સમયે ક્રેશ થયું હતું અને કહ્યું હતું કે, તે યુક્રેનિયન યુદ્ધ કેદીઓને હેન્ડઓવર કરવા જઈ રહ્યું હતુ. RIAએ સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે, વિમાન ક્રેશ થયું ત્યારે ૬૫ યુક્રેનિયન યુદ્ધ કેદીઓ સાથે ક્રૂના છ સભ્યો અને અન્ય ત્રણ લોકોને લઈ જતું હતું. કારણ અંગે તાત્કાલિક કોઈ માહિતી મળી ન હતી.

Il-૭૬ એ લશ્કરી પરિવહન વિમાન છે જે સૈનિકો, કાર્ગો, લશ્કરી સાધનો અને શસ્ત્રોને એરલિફ્ટ કરવા માટે ડિઝાઈન કરાયેલ છે. તેમાં પાંચ લોકોનો સ્ટાફ હોય છે અને તે ૯૦ જેટલા મુસાફરોને લઈ જઈ શકે છે.
સ્થાનિક ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લાડકોવે જણાવ્યું હતું કે, બેલ્ગોરોડ શહેરની ઉત્તરપૂર્વમાં પ્રદેશના કોરોચાન્સકી જિલ્લામાં એક અનિશ્ચિત “ઘટના” બની હતી અને તેઓ સ્થળનું નિરીક્ષણ કરવા જઈ રહ્યા છે.
તપાસકર્તાઓ અને કટોકટી કર્મચારીઓ ઘટનાસ્થળે પહેલેથી જ પહોંચી ગયા છે. એક પત્રકારના પ્રશ્નના જવાબમાં, ક્રેમલિને કહ્યું કે તે પરિસ્થિતિને જોઈ રહ્યા છે.
યુક્રેનની સરહદે આવેલા બેલ્ગોરોડ પ્રદેશમાં તાજેતરના મહિનાઓમાં યુક્રેન તરફથી વારંવાર હુમલાઓ થયા છે, જેમાં ડિસેમ્બરમાં મિસાઈલ હુમલાનો પણ સમાવેશ થાય છે, જેમાં 25 લોકો માર્યા ગયા હતા.