શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક,માધ્યમિક , ઉ.માધ્યમિક શાળામાં ૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ‘પ્રજાસત્તાક દિન’ ની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં મુખ્ય મહેમાન શ્રી શ્રીરાજેન્દ્રભાઈ એ. પટેલ(પૂર્વ આચાર્ય, લેખક) અને શ્રી કશ્યપ ભાઈ જાની (પ્રમુખ-હેલ્પમેટ ફાઉન્ડેશન),શાળાનાં પ્રમુખશ્રી મુકેશભાઈ એસ.પટેલ,તથા ટ્રસ્ટી ગણ,બન્ને વિભાગના આચાર્યશ્રી તથા શાળાના શિક્ષક મિત્રોએ ભાગ લીધો હતો.જેમાં વિદ્યાર્થીઓને વિવિધ ઇનામો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.