બિહાર માં નીતિશ કુમાર ભાજપ ના સપોર્ટથી મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી શકે છે. તો સુશિલ મોદી ડેપ્યુટી સીએમ બનશે.
બિહાર રાજકારણ માં અત્યાર સુધી એવી અટકળો ચાલી રહી હતી કે, સત્તારૂઢ જેડી(યુ)-આરજેડી-કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન ખતરાની આરે છે અને નીતિશ કુમાર ફરીથી એનડીએમાં જોડાઈ શકે છે. હવે આ અટકળો સાચી પડતી જોવા મળી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બિહારમાં શપથ ગ્રહણ સમારોહ મુખ્યમંત્રી ભાજપના સમર્થન સાથે “વધુ કે ઓછું નક્કી” નક્કી કરી દેવામાં આવ્યો છે. જેડીયુના સૂત્રોએ જણાવ્યું કે, સુશીલ કુમાર મોદી ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે.
શપથ ગ્રહણ સમારોહ રવિવારે યોજાશે, નિતિશ ભાજપ સાથે હાથ મિલાવશે
જેડીયુ-આરજેડી વચ્ચે વિવાદની અટકળો સાથે, આરજેડી અને જેડી (યુ) એ ગુરુવારે અલગ-અલગ બેઠકો યોજી હતી, આ બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ સમ્રાટ ચૌધરી ભાજપના ટોચના નેતાઓ સાથે ચર્ચા કરવા માટે દિલ્હી જવા રવાના થયા હતા. ભાજપના પૂર્વ ઉપમુખ્યમંત્રી રેણુ દેવી પણ તેમની સાથે હતા, ત્યારે ચર્ચા હતી કે બિહારના રાજકારણમાં કઈંક તો અલગ રંધાઈ રહ્યું છે. હવે સૂત્રો કહી રહ્યા છે કે, શપથ ગ્રહણ સમારોહ રવિવારે યોજાશે, અને સુશીલ કુમાર મોદી ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે.
અટકળોનો દોર તેજી પર હતો ત્યારે આરજેડીએ આવી કોઈ શક્યતાને નકારી કાઢી હતી, અને કોંગ્રેસ તરફથી પણ કોઈ નિવેદન કે શબ્દ બોલાયો ન હતો, ત્યારે ઈન્ડિયા ગઢબંધન પક્ષોમાં તેમના સૌથી ઊંચા નેતામાંથી એક પણ બહાર નીકળી જાય તો નુકસાનકારક ફટકો પડી શકે છે. આ સિવાય આ વાત સાચી પડે છે તો, અને નીતિશ પક્ષ બદલે છે, તો તે ચોથી વખત હશે કે તેઓ પક્ષ પલટો કરશે.
ભાજપના પક્ષે, ઓછામાં ઓછા ત્રણ રાજ્યના નેતાઓએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, પાર્ટી માટે, આ એક “જીત” હશે કારણ કે, તે માત્ર ભાજપ માટે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે ભાજપને મનોબળ બૂસ્ટર હશે. તો ઈન્ડિયા ગઠબંધ નબળુ પડશે.
બિહાર વિધાનસભામાં ૨૪૩ બેઠકો છે અને બહુમતીનો આંકડો ૧૨૨ છે. જો તિશ કુમારની JDU અને BJP સાથે આવે તો બંને પાર્ટીઓ સરળતાથી સરકાર બનાવી શકે છે. હાલમાં વર્તમાન સરકારમાં આરજેડી, જેડીયુ, કોંગ્રેસ અને લેફ્ટનો સમાવેશ થાય છે. આરજેડીના ૭૮, જેડીયુના ૪૫, કોંગ્રેસના ૧૯, ડાબેરીઓના ૧૬ અને એક અપક્ષ ધારાસભ્ય છે. બીજી તરફ NDA પાસે ભાજપના ૭૮ અને જીતન રામ માઝીની હમ પાર્ટી પાસે ૫ ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં હવે ભાજપને સરકાર બનાવવા માટે ૪૦ ધારાસભ્યોની જરૂર છે. જો JDUના ૪૫ ધારાસભ્યો અહીં જોડાય તો બિહારમાં BJP-JDU ની સરકાર બનશે.