લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પ્રભારીઓની યાદી જાહેર કરી

લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીઓની યાદી જાહેર કરી છે. ભાજપે આગામી ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ૨૩ ચૂંટણી પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે.

ભાજપ આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં કોઈ ઢીલ છોડવા માંગતો નથી. સત્તાની હેટ્રિક હાંસલ કરવા માટે, પાર્ટીએ હવે લોકસભા ચૂંટણી પહેલા વિવિધ રાજ્યોમાં પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તરફથી આ નિમણૂંકો કરવામાં આવી છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને હેડક્વાર્ટરના પ્રભારી અરુણ સિંહના હસ્તાક્ષરવાળી યાદી પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવી છે. યાદીમાં ૨૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રભારીઓ અને સહ-પ્રભારીઓના નામ સામેલ છે. આ યાદીમાં ઘણા નામો પહેલા જેવા જ છે. ખાસ વાત એ છે કે યાદીમાં ભાજપે પશ્ચિમ બંગાળ પર સૌથી વધુ ધ્યાન આપ્યું છે. પાર્ટીએ રાજ્યમાં ત્રણ નેતાઓને જવાબદારી સોંપી છે. આના પરથી સમજી શકાય છે કે પાર્ટી બંગાળને કેટલી ગંભીરતાથી લઈ રહી છે.

વિજયભાઈ રૂપાણીને ચંડીગઢ તેમજ પંજાબના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ પંજાબમાં સહપ્રભારી તરીકે નરેન્દ્રસિંહ સહ-પ્રભારી રહેશે. જ્યારે સુરતનાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીને દીવ તેમજ દમણનાં પ્રભારી નિયુક્ત કરવામા આવ્યા છે. ગુજરાતનાં બે નેતાઓને લોકસભાની ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપ પંજાબ પ્રત્યે કેટલી ગંભીરતાથી જોઈ રહી છે તેનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે રાજ્યમાં પાર્ટીએ પહેલીવાર રાજકીય રીતે પારંગત ખેલાડીને મેદાનમાં ઉતાર્યા છે. વિજયભાઈ રૂપાણીએ માત્ર ૨૦૧૬ થી ૨૦૨૧ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ નિભાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *