આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્ષ ૧૯૪૮ માં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની યાદીમાં ભારતમાં આજનો દિવસ બલિદાન દિવસ તરીકે યાદ કરાય છે.
આજે વિશ્વ કુષ્ઠ દિવસ પણ છે.
આજે ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા સી. સુબ્રહ્મણ્યમ અને ભારતના પ્રખ્યાત મહિલા ચિત્રકાર અમૃતા શેરગીલનો જન્મદિવસ પણ છે.
૩૦ જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ
1522 – લ્યુબેક અને ડેનમાર્ક વચ્ચે યુદ્ધ.
1641 – પોર્ટુગલે મલક્કાની ખાડી અને મલાયા ડચને સોંપી દીધા.
1648 – સ્પેન અને હોલેન્ડ વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા.
1649 – ઈંગ્લેન્ડના સમ્રાટ ‘ચાર્લ્સ પ્રથમ’ને ફાંસી આપવામાં આવી.
1913 – ‘હાઉસ ઓફ લોર્ડ્સ’ એ આઇરિશ હોમ રૂલ બિલને નકારી કાઢ્યું.
1933 – એડોલ્ફ હિટલરે સત્તાવાર રીતે જર્મનીના ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળ્યો.
1943 – સ્ટાલિન ગ્રાફ પાસે સોવિયેત સૈન્ય દળો દ્વારા જર્મન સેનાનો પરાજય.
1948 – ભારતમાં મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી.
1949 – રાત્રી એર મેલ સેવા શરૂ થઈ.
1954 – વિશ્વ કુષ્ઠ દિવસ. વર્ષ 1948માં 30 જાન્યુઆરીના રોજ મહાત્મા ગાંધીનું નિધન થયુ હતું. આ દિવસને ફાંસના રાઉસ ફોલેરોએ ગાંધીજીને શ્રદ્ધાંજલી આવા માટે આ દિવસને વિશ્વ કુષ્ઠ દિવસ તરીકે પસંદ કર્યો. વિશ્વ કુષ્ઠ દિવસની ઉજવણી વર્ષ 1954થી શરૂ કરવામાં આવી છે.
1957 – સંયુક્ત રાષ્ટ્રસંઘે દક્ષિણ આફ્રિકાને તેની રંગભેદ નીતિ પર ફેર વિચારણા કરવા જણાવ્યું.
1964 – દક્ષિણ વિયેતનામમાં સેનાએ સત્તા કબજે કરી.
1972 – પાકિસ્તાને ‘કોમનવેલ્થ’માંથી પોતાનું નામ પાછું ખેંચ્યું.
1979 – રોડેશિયામાં એક નવું બંધારણ રચવામાં આવ્યું, જેમાં અશ્વેતોને સત્તામાં ભાગ લેવાનો અધિકાર મળ્યો.
1988 – કંબોડિયામાં ‘નરોત્તમ સિંહાનુકે’ એ રાજીનામું આપ્યું.
1989 – અમેરિકાએ અફઘાનિસ્તાનમાં કાબુલ ખાતે તેનું દૂતાવાસ બંધ કર્યું.
1991 – ઇરાકી સેનાએ સાઉદી અરેબિયાની સરહદ નજીક એક શહેર કબજે કર્યું. આ હુમલામાં 12 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા.
1997 – મહાત્મા ગાંધીની અસ્થિ 47 વર્ષ પછી સંગમમાં વિસર્જન કરવામાં આવી.
2001 – ગુજરાતમાં 26 જાન્યુઆરી, 2001માં આવેલા ભૂકંપ બાદ મહામારી ફેલાવાની શક્યતાને રોકવા માટે વધુ પુનર્વસનના પગલાં. ભૂકંપમાં મૃત્યુઆંક 30 હજાર સુધી પહોંચી ગયો છે.