ભારતીય યુદ્ધપોત સુમિત્રાનું પરાક્રમ સોમાલિયાના સમુદ્રી લૂંટેરાઓ પાસેથી ૧૭ ક્રુ મેમ્બર વાળા જહાજનો બચાવ,ઈરાનના એમવી ઈમામ જહાજનું સોમાલિયાના સમુદ્રી લૂંટેરાઓએ અપહરણ કરી લીધું હતું, સોમવારે બપોરે અપહરણ કરેલ માછીમારોને બચવા ભારતીય નેવી તરફ ઓપરેસન શરૂ કરવામાં આવ્યું હતું અને યુદ્ધપોત સુમિત્રાને મોકલવામાં આવ્યું હતું.
અરબ સાગરમાં કોચિન થી ૭૦૦ માઈલ દૂર પશ્ચિમમાં સોમાલિયાના સમુદ્રી લૂંટેરાઓ ૧૭ ક્રુ મેમ્બર વાળા જહાજને પકડી લીધું હતું. માછલી પકડવા જઈ રહેલા ઈરાનના જાહજ એમ વી ઈમાનનું સોમાલિયાના સમુદ્રી લૂંટેરાઓ અપહરણ કરી લીધું હતું. ભારતીય રક્ષાના અધિકારીઓએ સોમવારે બપોરે તાત્કાલીક ધોરણે અપહરણ કરેલ જહાજ ને છોડવાના પ્રયાસ શરૂ કર્યાં હતા. યુદ્ધપોત આઈએનેએસ સુમિત્રાને સોમવારે બપોરે અપહરણ કરેલ માછીમારોને છોડવા માટે મોકલવામાં આવ્યા હતા.
ભારતીય રક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર યુદ્ધપોત આઈએનેએસ સુમિત્રાએ માછલી પકડવા વાળા ઈરાનના જહાજ એમ વી ઈમાનનો સુરક્ષિત બચાવ કર્યો હતો. સમુદ્રી લૂંટેરાઓ પાસે થી હથિયાર વિહોણા કરી સોમાલિયા તરફ રવાના કર્યા છે. યુદ્ધપોત પરના એચ એલ ધ્રુવ હેલીકોર્પટરે અપહરણ જાહાજને ચારે બાજુ થી ઘેરી લીધું હતું, અને જાહજ પર ઉપસ્થિત લૂંટેરાઓને ચેતવણી આપી હતી.
ઈરાની જાહજને બચાવીને ભારતીય યુદ્ધ પોત આઈએનેએસ સુમિત્રા ઈલાકાની બહાર નીકળી ગયેલ છે.