ઈઝરાયેલે ભારતની મિત્રતા અને સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો છે. ઇઝરાયેલે ભારત સાથે પ્રાદેશિક-સુરક્ષાના જોખમો અંગે ચર્ચા કરી હતી. આ ચર્ચાઓમાં ભારતને પશ્ચિમ એશિયા સાથે જોડતી પ્રાદેશિક યોજનાઓ અને નેવિગેશનની સુરક્ષાનો સમાવેશ થાય છે.
ઈઝરાયલના વિદેશ મંત્રી ઈસ્રાઈલ કાત્ઝે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેમની મુલાકાત ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે સકારાત્મક વાતચીત કરી હતી. ઈઝરાયલના વિદેશ મંત્રી કાત્ઝે કહ્યું હતું કે, તેમણે ઈઝરાયેલ પ્રત્યે ભારતની મિત્રતા અને સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો.
સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં, ડૉ. જયશંકરે કહ્યું હતું કે, તેમણે કાત્ઝ સાથે આ બાબતે ભારતના મંતવ્યો, મૂલ્યાંકન અને હિતોની ચર્ચા કરી. એસ. જયશંકરે આ વાતચીતને ફળદાયી ગણાવી હતી.