નાણામંત્રી નિર્મલા સીતારમણ સંભવિત રીતે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ૧ ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે, નવી સરકાર ચાર્જ સંભાળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરશે.
સંસદનું બજેટ સત્ર આજથી એટલે કે ૩૧ મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે. વાત જાણે એમ છે કે, સંસદનું બજેટ સત્ર આજે એટલે કે બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાની સાથે શરૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંભવિત રીતે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ૧ ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. મહત્વનું છે કે, નવી સરકાર ચાર્જ સંભાળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરશે.
સંસદનું બજેટ સત્ર આજથી એટલે કે ૩૧ મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે અને ૯ મી ફેબ્રુઆરી સુધી ચાલશે. અહી મહત્વનું છે કે, આપણાં દેશના રાષ્ટ્રપતિ પહેલીવાર નવી સંસદને સંબોધશે. આજે રાષ્ટ્રપતિના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે. નવી સંસદમાં સવારે ૧૧:૦૦ વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન થશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૧૦:૧૫ કલાકે મીડિયા સાથે વાત કરશે. ૧૭ મી લોકસભાનું ૧૫ મું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને ચૂંટણી પહેલા આ સરકારનું આ છેલ્લું સંસદ સત્ર છે. આ સત્ર દરમિયાન ૧ ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશને વચગાળાનું બજેટ રજૂ કરશે. માનવામાં આવી રહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત નાણાકીય બિલ સહિત ઘણા મહત્વપૂર્ણ બિલો ગૃહમાં રજૂ કરવામાં આવશે.