ગુજરાતના ૫૦ આઈએએસ અધિકારીઓની કરાઈ બદલી
ગુજરાતના ૫૦ આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી એમ.કે. દવેની ગાંધીનગરના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. મોરબીના કલેક્ટર જી.ટી. પંડ્યાની દેવભૂમિ-દ્વારકાના કલેક્ટર તરીકે બદલી કરાઈ છે.
અમિત પ્રકાશ યાદવને ખેડાના કલેક્ટર બનાવાયા છે. રાજકોટના ડીડીઓ દેવ ચૌધરીની અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ડેપ્યૂટી મ્યુનિ. કમિશનર તરીકે બદલી થઈ છે. જ્યારે વિદેહ ખારેની અમદાવાદના DDO તરીકે નિમણૂક કરવામાં આવી છે. વડોદરાના કલેક્ટર એ. બી. ગોરને ગાંધીનગર સચિવાલયમાં મુખ્યમંત્રીના OSD તરીકે નિમણૂક અપાઈ છે. ગાંધીનગર ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ડો. સૌરભ ઝમસિંહ પારધીને સુરતના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.